Western Times News

Gujarati News

ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા વોર્ડ નં.૪ માં સીસી રોડનું ખાત મુહૂર્ત કરાયું

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા નગરપાલિકા વોર્ડ નંબર ચાર માં આજરોજ મારુ ભાત વણઝારા સમાજમાં હોળી ચોક સીસી અને સીસી રોડ નું કામકાજનું ખાત મુહૂર્ત આજરોજ વણઝારા શંકરભાઈ વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ સાગરભાઇ પટેલ નગરપાલિકાના કોર્પોરેટર શ્રીઓ અરવિંદ ઠક્કર દશરથ પ્રજાપતિ ઈશ્વર ભાટ જિલ્લા કારોબારી સભ્ય હિતેશ દીક્ષિત મોહન મિસ્ત્રી મોહનભાટ વણઝારા બસના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા ચારે તરફ વણ થંભી વિકાસ યાત્રા નગરજનોના હિતાર્થે ખેડબ્રહ્મા નગરના તમામ વોર્ડ માં તેમજ જાહેર માર્ગો ઉપર રોડ રિફ્રેશિંગ નું કામ તેમજ ઊંડવા વિસ્તારમાં ૮ કરોડના ખર્ચે પાણીની ટાંકી તથા સંપ રાઈઝીંગ લાઈનો સ્ટેટ હાઇવે ફૂટપાથ તથા વોટર ડ્રેનેજ લાઈન કામોના ટેન્ડર બહાર પડેલ છે નવીન પાણીની લાઈનો તપોધન વાળી ભક્તિનગર સીસી રોડનું કામ તમામ વિસ્તારોમાં જ્યાં પાણીની તકલીફ હોય ત્યાં નવીન લાઈનો નાખવાનું પ્રજાપતિ વાસ ની અંદર મુખ્ય રસ્તા નું કામ પૂરજાેશમાં નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બોડી અને ભરોસાની ભાજપની સરકાર આ કામ કરી રહી છે ત્યારે નગરજનોમાં હર્ષની લાગણી ફેલાઈ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.