Western Times News

Gujarati News

શ્રી ભટ્ટ મેવાડા સમાજ હિંમતનગર દ્વારા સ્નેહમિલન તેજસ્વી વિદ્યાર્થી સન્માન અને વડીલ વંદના કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, શ્રી ભટ્ટ મેવાડા સમાજ હિંમતનગર દ્વારા સ્નેહમિલન, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને વડીલ વંદના રૂપી ત્રિવિધ કાર્યક્રમ તારીખ ૨૪ -૧૨- ૨૨ ના રોજ સ્વામિનારાયણ મંદિર હિંમતનગર ખાતે યોજાયો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શ્રી વિભાકરભાઈ ભટ્ટ અને મુખ્ય મહેમાન તરીકે વિનાયક કે પંડ્યા હતા. ( ્‌એ્‌એ) જ્યારે બ્રહ્મ ભોજન ના દાતા સુસરી વીર વાળા બહેન પી જાેશીના પ્રતિનિધિ તરીકે શ્રી ઉમંગભાઈ એચ ભટ્ટ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે તેમના સ્વાગત પ્રવચનમાં પ્રમુખ શ્રી સર્વાનંદ ભટ્ટે મહેમાનો અને જ્ઞાતિજનોને ઉષ્મા સભર ભાષામાં આવકાર્યા હતા. મહામંત્રી ડો દિવ્યેશ ડી ભટ્ટે સમાજના દ્વારા થયેલ વિવિધ પ્રવૃત્તિ વિશે માહિતી નો અહેવાલ રજૂ કરી જ્ઞાતિજનો ને ફેડરેશન દ્વારા થતી પ્રવૃત્તિ વિશે માહિતગાર કર્યા હતા.

સમગ્ર કાર્યક્રમમા સમાજના સાઇઠ તેજસ્વી વિદ્યાર્થી પુરસ્કાર, ૧૪ વિશિષ્ટ સિદ્ધિ સન્માન એનાયત થયા હતા જ્યારે ૧૪ વડીલોનું અભિવાદન સાલ,શ્રી યંત્ર, પુસ્તક અને પુષ્પગુચ્છ દ્વારા કરાયું હતું. જ્ઞાતિના નાના ભૂલકાઓએ શ્લોક ગાન અને વેશભૂષા કાર્યક્રમો ભાગ લીધો હતો.સુશ્રી પ્રો. રીટાબેન જાેશી અને મહેશભાઈ ભટ્ટ તથા તૃપ્તિ બહેન ભટ્ટી નિર્ણાયક ભાવિકા સુંદર રીતે ભજવી હતી.

વિવિધ સભ્યોએ દાનનો પ્રવાહ વહીડાવતા પચાસ હજાર માટે મણીલાલ મોહનલાલ ભટ્ટના સ્મરણાર્થી વીર બાળા પી જાેશી ૧૦૦૦૦ શ્રી રશ્મિકાંતભાઈ પંડ્યા, ૫૦૦૧ સ્વ. હીરાબા મહાશંકર ભટ્ટના સ્મરણાર્થે શ્રી દેવેન્દ્ર પ્રસાદ એમ ભટ્ટ દ્વારા પ્રાપ્ત થયા હતા. જ્યારે વિભાકરભાઈ ભટ્ટે ૧૧,૦૦૦ , તો હર્ષદભાઈ જાેશી એ ૫૦૦૦ નું યોગદાન આપ્યું હતું્‌ અન્ય વડીલોએ અને વિશે સિદ્ધિ માટે સન્માનિત સભ્યશ્રીઓએ પણ યથાશક્તિદાન લખાવી સામાજિક સંગઠનના આ ઉમદા કાર્યમાં શ્રદ્ધા વ્યક્ત કરી હતી.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કારોબારી સમિતિના પ્રત્યેક સભ્યશ્રીએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમને અંતે સમાજના ઉપપ્રમુખ શ્રી મિતેશભાઈ ભટ્ટે આભાર વિધિ કરી હતી. મોટી સંખ્યામાં પધારેલ જ્ઞાતિજનો સર્વે દાતાશ્રીઓ મંદિર પરિસરના અધિકારીશ્રીઓ સર્વે કારોબારી સદસ્યોનો આભાર માન્યો હતો. કાર્યક્રમનું સંચાલન શ્રી ધર્મેશભાઈ જાેશી અને યશ્વી ભટ્ટે કર્યું હતું. અંતમાં મિષ્ટાન ગ્રહણ કરી સૌ છુટા પડ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.