Western Times News

Gujarati News

પારડી વલ્લભ આશ્રમશાળાનો ત્રિદિવસીય વાર્ષિકોત્સવ ઉજવાયો

(પ્રતિનિધિ) પારડી, પારડી વલ્લભ આશ્રમ શાળાનો ત્રણ દિવસીય વાર્ષિક ડે મહોત્સવ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વલ્લભ આશ્રમ પ્રાઇમરી અને મિડલ સ્કૂલ તેમજ સંસ્કારધામ ડે બોર્ન્ડિંગ શાળાના વિદ્યાર્થીઓ માટે એન્યુઅલ ડે યોજાયો હતો. જેમાં એસએસસી, એચએસસીના તેજસ્વી તારલાઓ તેમજ વિવિધ રમતગમત ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર બાળકોને ટ્રોફી અને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના પૂજ્ય સ્વામી હરિપ્રસાદ દાસજી સહીત ઉપસ્થિત અગ્રણીઓ એ પોતાનું વક્તવ્ય રજૂ કરી બાળકો ને માહિતગાર કર્યા હતા.

શાળાના ટ્રસ્ટી દિનેશભાઈ સાકરીયા એ જણાવ્યું હતું કે બાળકોને ભારતીય સંસ્કાર, પરંપરા, કુટુંબની ભાવના જળવાઈ રહે તે માટે કાર્યક્રમના આયોજન થકી વાલીઓ પણ ઉપસ્થિત રહી બાળકોને બિરદાવ્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય આર. પી. મોર્યએ જણાવ્યું હતું કે આ એન્યુઅલ ડે આઝાદી શીર્ષક હેઠળ યોજવામાં આવ્યો છે જેમાં વિવિધ યોદ્ધાઓને યાદ કરવામાં આવ્યા હતા.

ત્યારે આ કાર્યક્રમમાં શાળાના પૂજ્યસ્વામી, હરિપ્રસાદદાસજી, બાબુભાઈ ગોગદાણી, સાથે ઉમરગામ ના ધારાસભ્ય રમણલાલ પાટકર, ડીવાયએસપી આર.સી. ફળદુ સહિત વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. શાળાના વિદ્યાર્થીઓએ નાટક તેમજ દેશભક્તિ ગીત પર ડાન્સ કૃતિઓ રજૂ કરી સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કુશ સાકરીયા દ્વારા કરવામાં આવ્યું હતું. વલ્લભ આશ્રમના એન્યુઅલ ડે નિમિત્તે શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.