Western Times News

Gujarati News

અરવલ્લીમાં ભાગ્યલક્ષ્મી નર્સિંગ કોલેજ મોડાસા ખાતે સેમિનારનું આયોજન કરાયું

પ્રતિનિધિ. મોડાસા. અરવલ્લીમાં ભાગ્યલક્ષ્મી નર્સિંગ કોલેજ મોડાસા અને મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લીના સંયુકત ઉપક્રમે “કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી (ફરીયાદોનું નિવારણ,પ્રતિબંધક અને અટકાયત) અધિનિયમ-૨૦૧૩” અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમીનાર તથા મહિલાલક્ષી યોજનાઓના માર્ગદર્શન અંગેનો સેમિનાર ભાગ્યલક્ષ્મી નર્સિંગ કોલેજમાં યોજાયો.

કાર્યક્રમના સમારંભના અધ્યક્ષશ્રી જલ્પાબેન ભાવસાર, નગરપાલિકાના પ્રમુખશ્રી, ડૉ.અશ્વિનભાઈ એલ.પટેલ ભાગ્યલક્ષ્મી નર્સિંગ કોલેજના પ્રમુખશ્રી, એ કોલેજમાં થતી જાતીય સતામણી પર માહિતી આપેલ.તથા શ્રી વનીતાબેન પટેલ, સ્થાનિક ફરિયાદ સમિતિના અધ્યક્ષ તથા ડૉ દિપ્તીબેન ઉપાધ્યાય સ્થાનિક ફરિયાદ સમિતિના સભ્યશ્રી એ કામકાજના સ્થળે જાતીય સતામણી પર ઉદાહરણ આપીને વિસ્તૃત માહિતી આપેલ. તેમજ શ્રી અશોકભાઈ શ્રોફ, મોડાસા લો કોલેજ અધ્યાપક, એ કાયદા વિષયક માર્ગદર્શન અને કામકાજના સ્થળે થતી સતામણી વિશેની વિસ્તૃત માહિતી આપેલ. તથા ડૉ નરેશભાઈ વી મેણાત, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી, એ કામકાજના સ્થળે મહિલાઓને થતી જાતીય સતામણી વિશે વિસ્તૃત માહિતી આપેલ.

આ ઉપરાંત માહિતી મદદનીશ અધિકારીશ્રી નીનામા રેશ્માબેને કામકાજના સ્થળે જાતીય સતામણી વિશેની માહિતી આપેલ. તેમજ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીમાં ચાલતી વિવિધ મહિલાલક્ષી યોજનાકીય માહિતી આપવામાં આવી તથા સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઝ્‌ડ સપોર્ટ સેન્ટર અને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની વિસ્તૃત માહિતી ડેમોસ્ટ્રેશન ધ્વારા આપવામાં આવી. તેમજ રોજગાર કચેરી ધ્વારા રોજગાર અને અનુબંધન પોર્ટલ વિશેની માહિતી આપવામાં આવી. આ ઉપરાંત સેમિનારના અંતે કામકાજના સ્થળે થતી જાતીય સતામણી વિશે પ્રતિકાર ફિલ્મ નિહાળવામાં આવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.