Western Times News

Gujarati News

સાયલીની એસએસઆર કોલેજમાં વિદ્યાર્થીને લેપટોપ વિતરણ કરાયા

(પ્રતિનિધિ) સેલવાસ, સેલવાસના સાયલી સ્થિત એસએસઆર આઈએમઆર કોલેજમાં તમામ વિદ્યાર્થીઓને લેપટોપની ગિસ્ટ આપવામાં આવી હતી. એસએસઆરઆઈએમઆર માં આ પરંપરા સંસ્થાની સ્થાપના થઈ ઈ.સ. ૨૦૦૮ થી ચાલતી આવી છે. સંસ્થાના સ્થાપક સ્વ. મોહન એસ. ડેલકરે વિદ્યાર્થીઓના હિતમાં અને તેમના સર્વાંગી વિકાસના હેતુથી આ પરંપરાનો પ્રારંભ કર્યો હતો. જેથી એમબીએની ડીગ્રી મેળવવા આવેલા તમામ વિદ્યાર્થીઅને આપવામાં આવે છે.

આ તેમની એમ.બી.એ.ની ડીગ્રી મેળવવવામાં સહાય થાય. લેપટોપ વિતરણ સમારોહમાં એસએસઆર મેમોરિયલ ટ્રસ્ટના સેક્રેટરી દિવિતા ડેલકર ઉપસ્થિત રહી તેમના હસ્તે લેપટોપનું વિતરણ કરાયું હતું. સાથે જ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી અજીત દેશપાંડે, પીઆરઓ ડો. પંકજ શર્મા અને ડાયરેકટર એકેડમિક ડો. સંજીવ આચાર્ય ઉપસ્થિત રહ્યાં હતાં.

અજીત દેશપાંડેએ ચેરમેન ડેલકરનો સંદેશ આપતાં તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી. અને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી. લેપટોપ વિતરણમાં સંચાલન ડો. રાજેશ પાંડેએ કર્યુ હતું. તમામ શિક્ષકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમનું સફળ સંચાલન કર્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.