મહિસાગરના જિલ્લાના આ ગામમાં વાઘ દેખાયો હોવાનો દાવો
(એજન્સી)અમદાવાદ, મહિસાગર જિલ્લામાં એક વાઘ ભટકી રહ્યાના ચાર વર્ષ બાદ સ્થાનિક લોકોનો દાવો છે કે તેઓએ ઘટના સ્થળથી ૭૪ કિમી દૂર વાઘ જાેયો છે. દાહોદથી ૧૫૦ કિમી દૂર આવેલા જનોદ ગામના સ્થાનિકો જાેર આપીને કહી રહ્યા છે કે તેઓએ એક પટ્ટાવાળુ જાનવર જાેયુ છે.
તો વન વિભાગના અધિકારીઓનો દાવો છે કે તે દિપડો છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે.
જ્યાં સુધી પ્રાણી પાંજરામાં ન પૂરાય ત્યાં સુધી સ્થાનિકોએ જૂથમાં જ બહાર નીકળવાનું નક્કી કર્યું છે. ગુજરાત એક માત્ર પશ્ચિમી રાજ્ય છે કે જ્યાં વાઘની હાજરી નથી. એટલું જ નહીં ૨૦૨૧માં પણ સ્થાનિક લોકોએ એવું કહેતા હોબાળો મચાવ્યો હતો કે, તેઓએ એક વાઘ જાેયો છે, પરંતુ વન વિભાગે દાવો કર્યો હતો કે તે દિપડો છે.
નાયબ વન સંરક્ષક એન.વી. ચૌધરીએ આ વખતે પણ જનોદ ગામના લોકોના દાવાને નકાર્યો હતો. તેઓએ જણાવ્યું કે, અમે અમારી ટીમોને આ વિસ્તારમાં તૈનાત કરી છે અને પ્રાણીની શોધ કરી રહ્યા છે. અમને હજુ સુધી દિપડાની હાજરી સુનિશ્ચિ કરવા માટે કોઈ નિશાન, ફૂટ માર્ક, મળમૂત્ર કે કોઈ શિકાર મળ્યો નથી.
વિભાગે પુરાવા એકત્ર કરવા માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે.પી. ચૌધરીને ગામમાં નિયુક્ત કર્યા છે. જાે કે, સ્થાનિક લોકો ભારપૂર્વક કહી રહ્યા છે કે તેઓએ વાઘ જાેયો છે.