જાેશીમઠમાં તિરાડોની વચ્ચે ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા

ઉત્તરકાશી, ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં ભૂકંપના ઝટકાના કારણે ફરી એક વાર લોકોમાં ડરનો માહોલ છે. હકીકતમાં જાેઈએ તો, ઉત્તરકાશી જિલ્લામાં રાતના ૨ વાગેને ૧૨ મિનીટ પર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.
ભૂકંપના ઝટકાના કારણ ઉત્તરકાશી જિલ્લાના લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર જાેઈએ તો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા ૨.૯ નોંધાઈ છે. જેનું કેન્દ્ર ઉત્તરકાશીમાં ધરતીથી ૧૦ કિમી નીચે હોવાનું કહેવાય છે.
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા (ઈસરો)ના નેશનલ રિમોટ સેંસિંગ સેન્ટરે પહેલી વાર જાેશીમઠની સેટેલાઈટ તસ્વીરો જાહેર કરી છે, જેમાં દેખાઈ રહ્યું છે કે, જાેશીમઠ શહેર કેવી રીતે ધસી રહ્યું છે. આ તમામ તસ્વીરો કાટરેસૈટ-૨ એસ સેટેલાઈટથી લેવામાં આવી છે.
હકીકતમાં જાેઈએ તો, જાેશીમઠમાં જમીન ધસ્યા બાદ ઘરો અને રસ્તા પર મોટી મોટી તિરાડો પડી રહી છે, જેનું દેશના મોટા મોટા વૈજ્ઞાનિકો અધ્યયન કરી રહ્યા છે. જાેશીમઠ જમીન ધસવાના કારણે કેટલીય સેટેલાઈટ તસ્વીરો હૈદરાબાદના નેશનલ રિમોટ સેંસિંગ સેન્ટરે જાહેર કરી છે. ઈસરોએ જાહેર કરેલી જાેશીમઠની સેટેલાઈટ તસ્વીરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, જાેશીમઠનો ક્યો ભાગ જમીનમાં સરકી જશે.
આ તમામ તસ્વીરો કાટરેસૈટ-૨એસ સેટેલાઈટથી લેવામાં આવી છે. ઈસરોએ પોતાની સેટેલાઈટથી જાેશીમઠની ત્રાસદીનું નીરિક્ષણ કર્યું છે, જેની તસ્વીર ખૂબ જ ડરામણી છે. ઈસરોએ સેટેલાઈટ તસ્વીર જાહેર કરી છે, તેમના અનુસાર તો આખુ જાેશીમઠ જમીનમાં સમાઈ જશે.
તસવીર જે પીળા કલારનું માર્ક કરેલું છે, જે સેંસેટિવ ઝોન છે. આ પીળા ઘેરામાં આખુ શહેર આવે છે. તેને જાેઈને એવું લાગી રહ્યું છે કે, જેમ કે આખુ શહેર જમીનમાં સમાઈ જવાનું હોય. ઈસરોના આર્મી હેલીપેડ અને નૃસિંહ મંદિરને પણ માર્ક કર્યું છે.
આ રિપોર્ટ ઈસરોના હૈદરાબાદ સ્થિત નેશનલ રિમોટ સેંસિંગ સેન્ટરે જાહેર કરી છે. કદાચ એનઆરએસસીના રિપોર્ટના આધાર પર જ ઉત્તરાખંડ સરકાર જાેશીમઠમાં રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે અને જે વિસ્તારમાં વધારે ખતરો છે. ત્યાંના લોકોને પહેલા સુરક્ષિત જગ્યા પર શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.
એનઆરએસસીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે,એપ્રિલથી નવેમ્બર ૨૦૨૨ સુધી જમીનનો મામલો ધીમો હતો. આ સાત મહિનામાં જાેશીમઠ ૮.૯ સેન્ટીમીટર જમીન નીચે આવી છે. પણ ૨૭ ડિસેમ્બર ૨૦૨૨થી લઈને ૮ જાન્યુઆરી ૨૦૨૩ સુધી એટલે કે, ૧૨ દિવસમાં જમીન ધસવાની તીવ્રતા ૫.૪ સેન્ટીમીટર થઈ ગઈ છે. એટલે કે, ખાલી ૧૨ દિવસમાં જાેશીમઠને સૌથી વધારે નુકસાન પહોંચ્યું છે.SS1MS