આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કોલેજીસમાં ‘અભિવ્યક્તિ-૨૦૨૩’ આંતર કૉલેજ સ્પર્ધા યોજાઇ

વાપી. આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કોલેજીસ,વાપીમાં યુનિવર્સિટી સપ્તધારા અંતર્ગત ‘અભિવ્યક્તિ’-૨૦૨૩ આંતર કૉલેજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારી સંસ્થા વિદ્યાર્થીઓમાં રહેલી વિશિષ્ટ ક્ષમતાને બહાર કાઢવા પોતાની અંદર છુપાયેલી કલાની અભિવ્યક્તિ માટે દર વર્ષે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરતી આવી છે.આ વર્ષે પણ વિવિધ સંસ્થાઓમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાની વિશિષ્ટ કલા બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રસ્તુત કાર્યક્રમાં એડ – મેડ શો, બેસ્ટ આઉટ ઑફ વેસ્ટ, કાવ્યપઠન, વક્તૃત્વ સ્પર્ધા, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, પોસ્ટર મેકિંગ સ્પર્ધા જેવી સ્પર્ધાઓ રાખવામાં આવી હતી.
પ્રસ્તુત કાર્યક્રમમાં પ્રથમ સેશનમાં RGAS હાઈસ્કૂલના ઈનચાર્જ આચાર્યશ્રી ભૂપેન્દ્ર સોલંકી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ઉપાસના હાઈસ્કૂલના આચાર્યશ્રી હરિકેશ શર્મા પણ તેમની સાથે મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જેમને પુષ્પગુચ્છ અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડૉ. શીતલ ગાંધી , B.Ed. કોલેજના આચાર્યા ડૉ.પ્રીતિ ચૌહાણ, B.C.A.કોલેજના ઇન્ચાર્જ આચાર્યા ડૉ.મિત્તલ શાહ ,B.Sc., M. Sc. ના આચાર્યા ડૉ.અમી ઓઝા , બી. કોમ. કોલેજના ઇન્ચાર્જ આચાર્યા ચિત્રા શેઠ અને સંસ્થાના તેમજ અન્ય સંસ્થાના પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરુઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી ત્યાર બાદ બી.એડ. તાલીમાર્થી કાજલ નાયક દ્વારા ગણેશ વંદનાનું શાસ્ત્રીય નૃત્ય કરવામાં આવ્યું હતું.ત્યારબાદ મહેમાનશ્રીઓ એ ‘અભિવ્યકિત’ સ્પર્ધા માટે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. B.CA. કોલેજના ઇન્ચાર્જ આચાર્યા ડૉ.મિત્તલ શાહે કાર્યક્રમની રૂપરેખા જણાવી વિધાર્થીઓને ઉત્સાહિત કર્યા હતા.
આ સમગ્ર સેશનનું સંચાલન પ્રા. પ્રિન્સી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજા સેશનમાં વિવિધ કોલેજાેના વિજેતા થયેલ સ્પર્ધકોને નિર્ણાયકો દ્વારા સુંદર ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા. જેનું સંપૂર્ણ સંચાલન બી.એડ.ના પ્રા. પૂજા સિદ્ધપુરા એ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુશોભન બી.એડ.ના તાલીમાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ‘અભિવ્યકિત’ કાર્યક્રમના અધ્યક્ષ ડૉ.કવિતા પટેલ હતા અને આ કાર્યક્રમ માટે એમની યશસ્વી ભૂમિકા રહી હતી. પ્રસ્તુત સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવા બદલ કોલેજના ચેરમેનશ્રી ડૉ. મિલન દેસાઈ સાહેબે અભિનંદન પાઠવ્યા હતા.