સુહાનાએ ફોટો શેર કર્યા તો શાહરુખ ખાને કરી મજાની કમેન્ટ
મુંબઈ, તાજેતરમાં જ સુહાના ખાન દુબઈમાં આયોજિત એક પ્રોગ્રામમાં શામેલ થઈ હતી. આ દરમિયાન ક્લિક કરવામાં આવેલી અમુક તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાન દીકરી સુહાનાની સોશિયલ મીડિયા પોસ્ટ પર ઘણીવાર કમેન્ટ કરતો હોય છે.
સુહાનાની દુબઈની તસવીરો પર પણ કિંગ ખાને મજાની કમેન્ટ કરી છે. નોંધનીય છે કે શાહરુખ ખાન અત્યારે પોતાની ફિલ્મ પઠાણની રીલિઝને કારણે ખૂબ જ ચર્ચામાં છે. સુહાના ખાને પોતાના ફોટો શેર કર્યા તો શાહરુખ ખાને લખ્યું કે, અત્યંત સુંદર ફોટો.
ઘરમાં તમે જે રીતે પાયજામો પહેરીને ફરો છો તેનાથી બિલકુલ અલગ લાગી રહ્યા છો. આ ફની કમેન્ટની સાથે શાહરુખ ખાને દીકરીની ઘરની પોલ ખોલી કાઢી. પિતા-દીકરીની આ ફની વાતચીત પર ફેન્સનું તરત ધ્યાન ગયું અને લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
સુહાનાની તસવીરોની વાત કરીએ તો તેણે એક ફોટોમાં હોલ્ટર નેક બ્લેક ગાઉન પહેર્યું છે. બીજી ફ્રેમમાં સુહાનાની સાથે મમ્મી ગૌરી ખાન અને ખાસ બહેનપણી શનાયા કપૂર પણ જાેવા મળી રહી છે. બીજી તસવીરમાં જાેઈ શકાય છે કે, સુહાનાએ પિંક કલરનો બોડીકોન ડ્રેસ પહેર્યો છે.
સુહાનાની ખાસ મિત્ર અનન્યા પાંડે તેમજ શનાયા કપૂરે પણ કમેન્ટ કરીને વખાણ કર્યા છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો સુહાના ખાન હવે ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચિઝમાં જાેવા મળશે. નેટફ્લિક્સ પર આ પ્રોજેક્ટ સ્ટ્રીમ થવાની છે.
સુહાના સિવાય તેમાં અગસ્ત્ય નંદા, બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂર પણ બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. સુહાના અને અગસ્ત્યના રિલેશનશિપ પર ઘણી ચર્ચા થઈ રહી છે, પરંતુ પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં નથી આવ્યું.
શાહરુખ ખાનની વાત કરવામાં આવે તો આવતીકાલે સિનેમાઘરોમાં તેની ફિલ્મ પઠાન રીલિઝ થવા જઈ રહી છે. ચાર વર્ષ પછી શાહરુખ મોટા પડદા પર પાછો ફરી રહ્યો છે.SS1MS