Western Times News

Gujarati News

જયા-ઐશ્વયા સુભાષ ઘઈની બર્થ ડે પાર્ટીમાં ટીકાનો ભોગ બન્યા

મુંબઈ, ફિલ્મ ડિરેક્ટર, પ્રોડ્યૂસર અને સ્ક્રીન રાઈટર સુભાષ ઘઈનો ૨૪ જાન્યુઆરીએ ૭૮મો બર્થ ડે હતો, આ પહેલા સોમવારે રાતે પ્રી બર્થ ડે સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સલમાન ખાન, કાર્તિક આર્યન, મહિમા ચૌધરી, અનિલ કપૂર, જેકી શ્રોફ, શત્રુઘ્ન સિન્હા, જેકી શ્રોફ તેમજ રાકેશ રોશન સહિતના સેલેબ્સ હાજર રહ્યા હતા.

આ સિવાય ઐશ્વર્યા રાય પણ પતિ અભિષેક બચ્ચન અને જયા બચ્ચન સાથે એન્ટ્રી મારી હતી. તેમના કેટલાક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે, જે જાેઈને સોશિયલ મીડિયા યૂઝર્સે સાસુ-વહુને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. જયા બચ્ચનને ફોટોગ્રાફર્સ તેમની તસવીરો લે તે પસંદ નથી.

તેમ છતાં તેઓ તેમનો પીછો છોડતા નથી. સુભાષ ઘઈની બર્થ ડે પાર્ટીમાં પણ જ્યારે જયા બચ્ચન બહાર નીકળી રહ્યા હતા ત્યારે મીડિયાકર્મીઓએ તેમના કેમેરા ચાલુ કરી દીધા હતા. આ દરમિયાન મિ. ઘઈ જયા બચ્ચનને સ્પેશિયલ ટ્રિટ આપતાં દેખાયા હતા.

તેઓ તેમને છેક કાર સુધી મૂકવા આવ્યા હતા અને ઘર રવાના થતાં પહેલા જયા બચ્ચન તેમને ભેટ્યા પણ હતા. આ વીડિયો સામે આવ્યા બાદ લોકોએ કોમેન્ટ્‌સનો વરસાદ કર્યો હતો.

એક યૂઝરે લખ્યું હતું ‘તેમની આસપાસની દરેક વ્યક્તિએ સચેત રહેવું પડે છે કારણ કે તે જલ્દી ગુસ્સે થઈ જાય છે’, એક યૂઝરે લખ્યું હતું ‘એક સમય એવો હતો જ્યારે સલમાને ઐશ્વર્યાને સુભાષ ઘઈથી બચાવવી પડી હતી અને હવે તેઓ તેની સાસુ સાથે હસીને વાત કરી રહ્યા છે’, કેટલાક યૂઝરે તેમને ‘ડોસી’ કહ્યા હતા તો કેટલાકે તેમને ઈન્ડસ્ટ્રીના સૌથી અસંસ્કારી વ્યક્તિ ગણાવ્યા હતા.

સુભાષ ઘઈની પાર્ટીમાં ઐશ્વર્યા રાય બ્લૂ કલરના એથમિક વેઅરમાં આવી હતી. આ સાથે તેણે હાઈ હીલ્સ પહેરી હતી અને વાળ ખુલ્લા રાખ્યા હતા. તે ઘણા સમયથી એક જ હેર લૂકમાં જાેવા મળી રહી છે અને આ માટે ટ્રોલ થઈ હતી.

એક યૂઝરે લખ્યું હતું ‘તેને નવી હેર સ્ટાઈલ કરાવવાની જરૂર છે’, તો એક યૂઝરે લખ્યું હતું ‘હેરસ્ટાઈલ તો ચેન્જ નથી કરતી, તો ડ્રેસિંગની પેટર્ન તો ચેન્જ કરી લેવી હતી’, એક યૂઝરે લખ્યું હતું ‘હંમેશા તેને એકની એક હેરસ્ટાઈલમાં જાેવાની મજા નથી આવતી’, તો એકે તેના મેકઅપ પર સવાલ ઉઠાવ્યો હતો અને પૂછ્યું હતું ‘ચહેરા પર પ્લાસ્ટિક લગાવે છે કે શું?’.

એક ફેન સપોર્ટમાં આવી હતી અને લખ્યું હતું ‘તે આવા કપડામાં કમ્ફર્ટેબલ અનુભવે તેમા ખોટું શું છે. અડધું શરીર તો નથી દેખાડતી ને… ટૂંકા કપડાં કરતાં તો આ સારા જ છે. લોકોને બસ ટ્રોલિંગ કરવું છે’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.