Western Times News

Gujarati News

“રાષ્ટ્રીય મતદાતા દિવસ”અંતર્ગત કાનૂની શિક્ષણ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ) નડીઆદ, મે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી. એ આઈ. રાવલ સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર સેક્રેટરી શ્રી. જે આર. પંડીત સાહેબનાં નેતૃત્વ હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ, સિનિયર સિવિલ કોર્ટ, નડીઆદના ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ શ્રીમતી. આર એસ. રાજપૂત સાહેબ દ્વારા મફત કાનૂની સેવા-સહાય અને શિક્ષણની જાણકારી તમામ નાગરિકો સુધી પહોંચે તે હેતુસર જનજાગૃતિ અને પ્રચાર-પ્રસારની સઘન અને અસરકારક કામગીરી થાય તે માટે સમયાંતરે અને નિયમિત રૂપે કાનૂની શિક્ષણનાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેનાં ભાગરૂપે આજે તા.૨૫/૦૧/૨૦૨૩ નાં રોજ “રાષ્ટ્રીય મતદાતા દિવસ” ની ઉજવણી અંતર્ગત મામલતદાર કચેરી (નડીઆદ શહેર) તથા જિલ્લા પોલીસ વિભાગ ખેડાનાં સહયોગથી યુનિ. ટ્રસ્ટ સૂરજબા મહિલા આર્ટ્‌સ કોલેજ નડીઆદ ખાતે વિધાર્થીનીઓ માટે સાયબર સિક્યોરીટી,ઈ એફ.આઈ.આર., ૧૦૦% યુવા મતદાતા નોંધણી, મહિલાઓનાં કાયદાઓ તથા મફત અને સક્ષમ કાનૂની સહાય વિષય પરવિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર પોલીસ સબ ઈન્સ્પેકટર એ જે. તિવારી દ્વારા સાયબર સિક્યોરીટી અને ઈ એફ.આઈ.આર વિષય પર વિસ્તૃત માહિતી અને સમજ આપી હતી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નડીઆદનાં પેનલ એડવોકેટ શ્રીમતી. પ્રિયંકા ગીલેટવાલાએ વિધાર્થિનીઓને મહિલાઓનાં કાયદાઓ તથા મફત અને સક્ષમ કાનૂની સહાય વિશે માહિતી અને જાણકારી આપી હતી.કાર્યક્રમનાં અંતે આજનાં આ કાર્યક્રમનાં અધ્યક્ષ તરીકે મામલતદાર (નડીઆદ શહેર). એસ ડી. પટેલ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિતે નવિન યુવા મતદાતાઓની ૧૦૦% નોંધણી થાય તે વિશે માહિતી આપીને સૌ યુવાઓને મતદાતા તરીકે નોંધણી કરાવી આગામી ચૂંટણીઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં. તથા નડીઆદ વિધાનસભાનાં તમામ મતદાતાઓને ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ લીંક કરાવવા માટે અપીલ કરી હતી.આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન અને વ્યવસ્થા યુનિ. ટ્રસ્ટ સૂરજબા મહિલા આર્ટ્‌સ કોલેજ નડીઆદનાં આચાર્ય હસિત મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજનાં પ્રાધ્યાપાકશ્રીઓ ડો. રજનીબાલા પટેલ, ડો. ભગતસિંહ ડોડીયા, ડો. ભાવિકાબેન પારેખ, દીપિકાબેન હડપતિ, ગાયત્રીબેન રોહિત, કોલેજ કર્મચારીઓ તથા કોલેજની વિધાર્થીનીઓ સહિત કુલ-૩૦૦ વ્યક્તિઓએ હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.