Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વલસાડ ઇન્કમટેક્સ ઑફિસ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ

(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ જિલ્લા દાદરા નગર હવેલી અને દમણ ની મુખ્ય ઇન્કમટેક્સ ટેક્ષ ઑફિસ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ વલસાડ તિથલ રોડ પલક આરકેડ સંકુલ ખાતે ભારત દેશના ૭૪ મા ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

આ પ્રસંગે જાેઈન્ટ કમિશનર શ્રી હરીશ બિસ્ટ દ્વારા ઘ્વજ વંદન કરવામાં આવ્યુ. સાથે ઇનકમ ટેક્ષ ઓફિસર શ્રી મોહનન કે. પી. અને ભાવનાબેન મિસ્ત્રી સાથે ઓફિસ નો પુરો સ્ટાફ સાથે હાજર રહ્યો હતો.અને ભારત દેશના પવિત્ર ત્રિરંગા ઝંડા ને આનબાન અને શાન સાથે ફરકાવી સલામી આપી હતી.

કાર્યક્રમ દરમિયાન જાેઈન્ટ કમિશનર હરીશ બિસ્ટ સાહેબે એમના પ્રવચન માં સ્ટાફ ને દેશ માટે ની એમની જવાબદારી, કાર્યશૈલી અને પરિવાર પ્રત્યે ની પ્રતિબંધતા રાખવા વિશે માહિતી આપી હતી. વધુમાં જણાવ્યું હતું કે સૌ સંગઠિત રહે દેશ પ્રતિ એમનું યોગદાન આપે તો દેશ મજબૂત બનશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers