Western Times News

Gujarati News

અમરેલી જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો

અમરેલી, તુર્કી અને સીરિયામાં આજે ભૂંકપના કહેરે તબાહી મચાવી છે. રીક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૭.૮ની રહી હતી. એક અહેવાલ અનુસાર અહીં છેલ્લા ૧૨ કલાકમાં ૪૬ વખત ધરતી ધ્રુજી હતી. અત્યાર સુધીમાં તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ૩૮૦૦ લોકોના મોત થઇ ગયા છે.

ત્યારે આજે ગુજરાતના અમરેલીમાં ધરા ધ્રૂજી છે.અમરેલી જિલ્લામાં ભૂકંપના ભયનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. મીતીયાળાની ધરા સાથે અનેક ગામડામાં ભૂકંપનો જાેરદાર આંચકો અનુભવાયો છે. સાવરકુંડલા, ખાંભા સહિતના ૧૦ ઉપરાંતના ગામડાઓની ધરા ધ્રુજી ઉઠતા લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતા.

મિતિયાળા બાદ અન્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો આવતા ગામડાઓમાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.સાવરકુંડલા, બાઢડા, સૂરજ વડી, મિતિયાળા, સાકરપરામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ખાંભા ગીર પંથક સહિતના ખાંભા ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો રદાર આંચકો અનુભવાયો છે. મીતીયાળા બાદ અનેક ગામડાઓમાં ભૂકંપના આંચકાને કારણે ફફડાટ ફેલાયો છે.

મિતિયાળામાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકાની અનુભૂતિ થઈ રહી છે. જાેકે છેલ્લા ત્રણ દિવસથી ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩ની આસપાસ પહોંચી જતાં સ્થાનિકોમાં ખૂબ ફફડાટ ફેલાયોછે. સાવરકુંડલા તાલુકામાં અનુભવતા ભૂકંપના આંચકા મામલે ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. આવતી કાલે સુસ્મોલોજી વિભાગની ટીમ મુલાકાત લેશે. ટેકનીકલ ટીમ દ્વારા વિસ્તારનું નિરીક્ષણ કરી રિપોર્ટ આપવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.