૧૨મીના રોજ ટેલિકાસ્ટ થશે બિગ બોસનો ફિનાલે
મુંબઈ, TVફના રિયાલિટી શૉ બિગ બોસની ૧૬મી સિઝન ચાલી રહી છે અને હવે આ સિઝન ફિનાલે વીક સુધી પહોંચી ગઈ છે. નિમૃત કૌર આહ્લુવાલિયાના એલિમિનેશન પછી હવે ટોપ ૫ કન્ટેસ્ટન્ટ્સ બાકી રહી ગયા છે.
શિવ ઠાકરે, અર્ચના ગૌતમ, પ્રિયંકા ચહર ચૌધરી, એમસી સ્ટેન અને શાલિન ભનોટ. હવે બિગ બોસના ફેન્સ ફિનાલેની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. ફિનાલે એપિસોડમાં વોટિંગના આધારે ૩ કન્ટેસ્ટન્ટ આઉટ થઈ જશે અને ટોપ ૨માંથી કોઈ એકને ટ્રોફી મળશે. બિગ બોસની અત્યાર સુધીની સિઝનમાં એવુ જાેવા મળ્યું છે કે ફિનાલે એપિસોડમાં કન્ટેસ્ટન્ટ્સને એક સૂટકેસની ઓફર આપવામાં આવે છે.
સૂટકેસ સ્વીકારીને તે કન્ટેસન્ટન્ટ શૉ છોડીને જઈ શકે છે. ટૂંકમાં, કન્ટેસ્ટન્ટ પૈસા સ્વીકારીને ટ્રોફીની રેસમાંથી બહાર થઈ જશે. અહીં પણ તે કન્ટેસ્ટન્ટને તક મળે છે જે સૌથી પહેલા બઝર દબાવે છે. હવે આ સિઝનમાં જાે આ ઓફર આપવામાં આવશે તો કોણ આ મોટો ર્નિણય લેશે તેની અટકળો અત્યારથી ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર જેના નામની સૌથી વધારે અટકળો ચાલી રહી છે તે છે અર્ચના ગૌતમ.
સૌથી વધારે નામ અર્ચનાનું જ લેવાઈ રહ્યું છે. વિનર બનવાની રેસમાં પ્રિયંકા ચહર ચૌધરી અને શિવ ઠાકરેનું નામ સૌથી આગળ છે. એમસી સ્ટેનની વાત કરીએ તો, તેની તગડી ફેન ફોલોવિંગ છે. ફેન્સના વોટિંગના આધારે તે અહીં સુધી પહોંચી ગયો છે. તે હંમેશા ગેમ છોડવાની વાત કરતો હતો અને સૌથી ઓછું યોગદાન પણ આપતો હતો.
હવે રહી વાત શાલિન ભનોટની તો, શાલિન ઘણી વાર કહી ચૂક્યો છે કે તેને પૈસાની કોઈ કમી નથી. માટે તે પૈસા માટે ગેમ છોડીને નહીં જાય. હવે રહે છે અર્ચના ગૌતમ. અર્ચના ભલે ફિનાલે સુધી પહોંચી ગઈ અને તેની પોપ્યુલારિટી પણ ઘણી વધારે છે, પરંતુ તે પોતે પણ જાણે છે કે તે શૉની વિનર નહીં બની શકે.
માટે બની શકે કે તે વિચારે કે રનરઅપ બનીને કંઈ ના મળે તેના કરતા સૂટકેસ લઈને ક્વિટ કરવામાં ભલાઈ છે. ઉલ્લેખનીય છે કે પાછલા બે અઠવાડિયાથી કરણ જાેહર અને ફરાહ ખાન શૉ હોસ્ટ કરી રહ્યા હતા. પરંતુ ફિનાલે એપિસોડ સલમાન ખાન હોસ્ટ કરશે.SS1MS