Western Times News

Gujarati News

ઠંડીની ઋતુમાં જાડા ધાન્ય (બાજરી, જુવાર, રાગી)નો ઉપયોગ ફાયદાકારક

જિલ્લા પંચાયતની ICDS શાખા દ્વારા સેજા ક્ક્ષાએ 102 જેટલા રસોઈ શૉ નું આયોજન-રસોઈ શૉ માં બનાવવામાં આવી વિવિધ પ્રકારની મિલેટની વાનગીઓ

૨૦૨૩ ના આ વર્ષને ઇન્ટરનેશનલ મિલેટ વર્ષ તરીકે  ઉજવાઈ રહ્યુ છે ત્યારે‘’પુર્ણા યોજના” અંતર્ગત કિશોરી કુશળ બનો થીમ મુજબ “વડીલોના સૌજન્યથી વિસરતી વ્યજનોનો રસથાળ’’ કાયક્ર્મનું અમદાવાદ જિલ્લા પંચાયતના આઈ.સી.ડી.એસ શાખાના,

12 ઘટકોમાં સેજા ક્ક્ષાએ તા. 06 અને 07  ફેબ્રુઆરીએ કુલ 102 રસોઈ શોનું કાર્યક્ર્મ રૂપી જુબેશ શરૂ કરવા નિર્ધાર કરેલ હતો.  મિલેટમાં ઘણા બધા પોષક તત્ત્વો હોય છે. જે સ્વાસ્થય માટે ફાયદાકારક છે. ખાસ કરીને  જાડા ધાન્ય(બાજરી, જુવાર, મકાઇ , રાગી)  મદદરૂપ થાય છે.

શિયાળામાં મિલેટના એ આતરિક ગરમી જાળવી રાખવા માટે ખૂબ  ફાઇદાકારક છે. તેથી જ મોટા ભાગના લોકો ઠંડીની ઋતુમાં મિલેટ (જાડા ધાન્ય (બાજરી, જુવાર, રાગી)) નો ઉપયોગ કરતાં હોય છે. મિલેટ ધાન્યમાં ભરપૂર કેલ્શયમ હોય છે. આંગણવાડી કેન્દ્રો પર આપવામાં આવતા પુર્ણાશક્તિ અને જાડા ધાન્યનો લોટ  ઉમેરીને બનતી વાનગીઓ લાઈવ રસોઈ શોનું  નિર્દશન કરવામાં આવેલ હતું.

જેમાં આંગણવાડી કેન્દ્રના વિસ્તારમાં રહેતા ઉમરલાયક  મહિલા (વૃદ્ધ મહિલાઓ) પાસેથી જૂની વિસરાય ગયેલી જાડા ધાન્યની વાનગી તૈયાર કરવામાં આવેલ હતી. તેઓ એ કિશોરીઓ ને જેવિ કે ફાડા લાપસી,મૂઠિયાં, ખીચડો વગેરે.તેમજ પુર્ણા યોજન અંતર્ગત નોધાયેલ કિશોરીઓએ પણ ગામના વૃદ્ધ મહિલા પાસેથી જાડા ધાન્ય માથી બનતી વાનગીઓ બનાવી હતી.

અત્રેના અમદાવાદનાં તાલુકામાં ૧૨ ઘટક, ૬૦ સેજમાં આવેલ આંગણવાડી કેન્દ્રો  પર કુલ 102 રસોઈ શોનું  આંગણવાડી કાર્યકર બહેન અને પુર્ણા યોજના અંતર્ગત નોધાયેલ કિશોરી દ્વારા ગામના ઉમરલાયક મહિલાના માર્ગદર્શન મુજબ જાડા ધાન્યમાથી નવી વાનગી બનાવીને રસોઈ શો નું આયોજન કરવામાં આવેલ.

ઇન્ટરનેશનલ મિલેટ વર્ષના રસોઈ શોના આયોજન નિમિત્તે અમદાવાદ ગ્રામ્યના કુલ ૨૯૪૬૮ મહિલાઓ અને કિશોરીઓએ મોટી  સંખ્યામાં  ઉપસ્થિત રહીયા હતા  અને મિલેટથી સ્વાસ્થ્યમાં થતાં ફાઇદાઓ વિશે માહિતગાર થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.