Western Times News

Gujarati News

અભિષેક બચ્ચને ૪૭મો બર્થ ડે માલદીવ્સમાં ઉજવ્યો

મુંબઈ, અભિષેક બચ્ચનને હાલમાં જ પોતાના ૪૭મા બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે. અભિષેકે પત્ની ઐશ્વર્યા રાય બચ્ચનઅને દીકરી આરાધ્યા સાથે માલદીવ્સ જઈને બર્થ ડેની ઉજવણી કરી હતી. બચ્ચન પરિવાર માલદીવ્સમાં એક રિસોર્ટમાં રોકાયો હતો.

અભિષેક બચ્ચને પોતાના સુંદર વ્યૂની તસવીર શેર કરી હતી. જેમાંથી એક ખૂબસૂરત તસવીર પત્ની ઐશ્વર્યાની પણ છે. જણાવી દઈએ કે, અભિષેકનો બર્થ ડે ઉજવીને સોમવારે જૂનિયર બચ્ચનનો પરિવાર મુંબઈ પરત ફર્યો હતો. ટ્રીપની ખાસ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં અભિષેકે લખ્યું, “વધુ કેટલાક સુંદર નજારા…ખાસ કરીને છેલ્લો. મારી બર્થ ડે ખાસ બનાવવા માટે આભાર @stregismaldives.

આ તસવીરોમાં છેલ્લી તસવીર ઐશ્વર્યા રાયની છે અને અભિષેકે તેને પોતાનો સુંદર વ્યૂ ગણાવ્યો છે. તસવીરોમાં જાેઈ શકો છો કે, બચ્ચન પરિવારનું સ્વાગત સુંદર રીતે સજાવેલા ફૂલો અને પત્તાથી કરવામાં આવ્યું હતું. આ સિવાય બીજી એક બર્થ ડે સાઈન અભિષેક માટે તૈયાર કરવામાં આવી હતી.

‘હેપી બર્થ ડે’ લખીને બેડ પર અભિષેક માટે ખાસ સજાવટ પણ કરવામાં આવી હતી. આ સિવાય અભિષેકે બીચ ડેસ્ટિનેશનના સુંદર નજારા બતાવ્યા છે. આ તસવીરો પર કોમેન્ટ કરીને ફેન્સ અને સેલિબ્રિટીઝે અભિષેકને શુભેચ્છા આપી હતી. આ તરફ ઐશ્વર્યાએ પણ અભિષેકની સુંદર તસવીર માલદીવ્સથી શેર કરી હતી. તેણે અભિષેકનો ફોટો શેર કરતાં લખ્યું હતું, બર્થ ડે લવ આજે અને હંમેશા, બેબી.

તસવીર જાેતાં લાગે છે કે, બર્થ ડે પર કપલે લીધેલા ડિનર વખતની આ તસવીર છે. વર્કફ્રંટની વાત કરીએ તો, અભિષેક બચ્ચન છેલ્લે ફિલ્મ ‘દસવીં’માં યામી ગૌતમ અને નિમ્રત કૌર સાથે જાેવા મળ્યો હતો.

હવે અજય દેવગણની ફિલ્મ ‘ભોલા’માં સ્પેશિયલ અપિયરન્સમાં જાેવા મળશે. અભિષેક બચ્ચન આર. બાલ્કીની ફિલ્મ ‘ઘૂમર’માં સંયામી ખેર સાથે દેખાશે. ઉપરાંત ફિલ્મ ‘બિગ બુલ’ની સીક્વલમાં અભિષેક દેખાશે. તેની બર્થ ડે પહેલા જ સીક્વલની જાહેરાત કરાઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.