ચાલુ ટ્રેનમાં ઉતરવાનો પ્રયાસ કરતી મહિલા ઢસડાઈ
દાહોદ, ચાલતી ટ્રેનમાં ચડતા-ઉતરતી વખતે સાવધાન રહેજાે. એક આવી જ ઘટના દાહોદમાં સામે આવી છે. દાહોદ રેલવે સ્ટેશન પર એક અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઇ છે. ચાલુ ટ્રેનમાં ઉતરવાનો પ્રયાસ કરતી મહિલા ઢસડાઈ ગઇ હતી.
આ મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ઢસડાઈ ગઇ હતી. જ્યારે પ્લેટફોર્મ પર હાજર ઇઁહ્લ જવાને મહિલાને બચાવી હતી. મહિલા ટ્રેન સાથે ૩૦ મીટર સુધી ઢસડાઈ હતી. રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ વચ્ચે ઢસડાઇ ગયા હોવાની ઘટના અનેક વખત સામે આવી ચૂકી છે.
આવી જ એક ઘટના દાહોદ રેલવે સ્ટેશન પર બની હતી. જાેકે, દાહોદ રેલવે સ્ટેશન પર RPF જવાન દ્વારા મહિલાને બચાવાઇ હતી. દિકરીને વડોદરા ખાતે મળવા જવા નિકળેલી મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ઢસડાઇ હતી.
ખોટી ટ્રેનમાં ચઢી જતા મહિલા ચાલુ ટ્રેનમાં ઉતરવાનો પ્રયાસ કરતા આ ઘટના સર્જાઇ હતી. મહિલા ટ્રેન સાથે ૩૦ મિટર સુધી ઘસડાઈ હતી. આ મહિલા દાહોદ ભોપાલ પેસેન્જર ટ્રેન સાથે ઘસડાઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેમાં જાેઇ શકાય છે કે કેવી રીતે મહિલા ટ્રેન સાથે ઘસડાઇ રહી હતી.
જે જાેતાં રેલવે સ્ટેશન પર હાજર આરપીએફ જવાન દોડી આવે છે અને મહિલાને ટ્રેનથી દૂર ખેંચીને તેનો જીવ બચાવે છે. આરપીએફ જવાન મદદ માટે દોડી આવતાં મહિલાનો બચાવ થયો હતો. જાેકે, આવી ઘટનાને જાેતાં લોકોએ ચાલતી ટ્રેનમાં ચડતા-ઉતરતી વખતે ખાસ સાવધાન રહેવાની જરૂર છે.SS1MS