Western Times News

Gujarati News

બે મગરોએ એક ઝેબ્રાને પાણીની અંદર ઘેરી લીધો

નવી દિલ્હી, પાણીના સૌથી ખતરનાક પ્રાણી મગરનું નામ સાંભળતા જ લોકો ડરી જાય છે. આ શિકારીઓ ઘણીવાર તેમની ભૂખ સંતોષવા માટે નદીઓ અને તળાવોમાં અન્ય પ્રાણીઓનો શિકાર કરે છે. ક્યારેક માણસો પણ આ ખતરનાક શિકારીઓનો શિકાર બની જાય છે.

એકવાર કોઈ તેમના ચુંગાલમાં ફસાઈ જાય, પછી તેના માટે છટકી જવું અશક્ય છે. પરંતુ હવે સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તે જાેયા પછી તમે ચોંકી જશો. કારણ કે આ વીડિયોમાં મગર પોતે જ અન્ય પ્રાણીનો શિકાર બની જાય છે.

આ વિડિયો એટલો ખતરનાક છે કે, તે કોઈને પણ ગૂઝબમ્પ્સ અપાવી શકે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જાેઈ શકો છો કે, બે મગરોએ એક ઝેબ્રાને પાણીની અંદર ઘેરી લીધો છે. બિચારો ઝેબ્રા બંને વચ્ચે ખરાબ રીતે અટવાઈ ગયો છે અને પરેશાન થઈ રહ્યો છે.

મગર તેના જડબા ખોલીને ઝેબ્રા પર હુમલો કરે છે, કે તરત જ ઝેબ્રા પણ ભડકી જાય છે અને મોં ખોલીને મગરના ઉપરના જડબાને મોં વડે જકડી લે છે.

આ પછી, તે મગરના જડબાને ખરાબ રીતે નોંચવા લાગે છે. આ વિડિયો જાેવો ખૂબ જ ભયાનક છે. એકવાર માટે, બધાને એ જાેઈને આશ્ચર્ય થાય છે કે, ઝેબ્રા પણ એટલો શક્તિશાળી હોઈ શકે છે કે, તેણે મગરને કમજાેર બનાવી દીધો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ranthambore_tours નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં ૨.૫ લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે – શું ઝેબ્રા જીવતો પાણીમાંથી બહાર આવ્યો? બીજાએ લખ્યું – આશા છે કે મગર ઠીક થઈ જશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.