મોરબી વોર્ડ નંબર ૪મા રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ)હળવદ, મોરબી શહેરી વિસ્તારના વોર્ડ નંબર ૪મા સો ઓરડી વિસ્તારમા આવેલા પ્રાથમિક શાળા પોટરીમા,અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ગત શનિવારના રોજ રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ ઉજવણી અંતર્ગત મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા હેલ્થ ઓફિસ મોરબી માર્ગદર્શન હેઠળ,સો ઓરડીના પોટરી પ્રાથમિક શાળા ખાતે કૃમિનાશક દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને કુપોષણ અને આરોગ્ય તંદુરસ્તીના ભાગરૂપે વિદ્યાર્થીઓને જરૂરી ગોળી વિતરણ કરવામા આવી હતી.
આ કાર્યક્રમમા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તેમજ હેલ્થ ઓફિસની ટીમ સહિત,અર્બન હેલ્થ સેન્ટર વિભાગના કર્મચારીઓ ફરજના ભાગે ઉજવણી અંતર્ગત કામગીરી કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વોર્ડ નં.૪ મહિલા કાઉન્સિલર જસવંતી બેન સુરેશભાઈ શિરોહીયા,સામાજિક કાર્યકર અને પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોયા,અર્બન હેલ્થ સેન્ટરના એસ.આઈ અજય વાઘેલા, એફએચડબલ્યુના પૂનમબેન જાેષી,આરબીએસકે ટીમના ડોક્ટર પ્રકાશભાઈ,ડો.ભૂમિ,પોટરી પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષકો સહિતના સર્વે એ રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ ઉજવણી કરેલ.