Western Times News

Gujarati News

ઇડર બેત્તાલીસ લિંબાચીયા સમાજનો ૨૩મો સમૂહ લગ્નોત્સવ યોજાયો

(પ્રતિનિધિ)નેત્રામલી, ઇડર બેત્તાલીસ લિંબાચીયા સમાજનો ૨૩ મો સમૂહલગ્નોત્સવ કૃષ્ણનગર (નેત્રામલી) ખાતે તારીખ ૧૪/૨/૨૩ ને મંગળવારેના રોજ યોજાયો હતો. આ સમૂહ લગ્નોત્સવ માં ૧૪ નવયુગલો એ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. સમાજના દાતાશ્રીઓ તરફથી ૩૮ જેટલી ભેટો કન્યાદાન માં આપવામાં આવી હતી. નેત્રામલી ગ્રામ પંચાયત સરપંચ નિલેશભાઈ પટેલ, તલાટી કમ મંત્રી પ્રકાશભાઇ અસારી તથા સ્ટાફ સહિત હાજર રહી દરેક નવયુગલોને મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતાં.

આ સરાહનીય કામગીરી બદલ ઇડર બેતાલીસ લિંબાચીયા સમાજ તરફથી નેત્રામલી ગ્રામ પંચાયત સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજ પ્રમુખ વિષ્ણુભાઈ લિંબાચીયા, એ.જે.પારેખ, પ્રહલાદભાઈ , કચરાભાઇ, મહેશભાઈ, પ્રકાશભાઇ તથા આગેવાનો સહિત હાજર રહી સાથ સહકાર આપી આ પ્રસંગ ને સફળ બનાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.