Western Times News

Gujarati News

વિજયનગરના પુજા મહેતા -જયદીપ શાહ સમાજ સેવા માટે એવોર્ડથી સન્માનિત કરાયા

(પ્રતિનિધિ)મોડાસા, જૈન સોશ્યલ ગ્રુપ ઈંટરર્નેશનલ લેવલે તેમજ ભારતભરમાં સમાજસેવાના કાર્યો માટે ૨૦૨૧થી ૨૦૨૩ની ટર્મમાં ગુજરાત રિજિયનમાં વિવિધ લોકસેવાના કાર્યો, એક્ટિવિટી, રિજિયનના વિવિધ ગ્રુપના કાર્યો, સંગિની ફોરમ, યુવા ફોરમના કાર્યો પરફોમન્સના આધારે ઉત્કૃષ્ટ કામગીરી કરનારને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ જેએસજી વાપી (મેઇનના યજમાન પદેવાપી પબ્લિક સ્કૂલમાં યોજાયો હતો. જેમાં રિજિયનના જાેઇન્ટ સેક્રેટરી પુજા મહેતાને એવોર્ડ તેમજ જૈન સોશ્યલ ગ્રુપ વિજયનગરના પ્રેસિડેંટ જયદીપભાઈ શાહને મેમ્બરશિપ રીટેન્શન કમિટી કન્વીનર તરીકે બેસ્ટ કામગીરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

જેએસજી ઇન્ટરનેશનલ ગ્રુપના પ્રમુખ લલિતભાઈ શાહ, સેક્રેટરી અભય નાહર, મનીષભાઈ શાહ, ચિરાગભાઈ ચોક્સી, ધિરેન્દ્ર શાહ, રિજીયન ચેરમેન મયુરભાઈ શાહ, દીપકભાઈ સુરાણા તેમજ ઈલે.ચેરમેન ભરતભાઇ વિવિધ ગ્રુપના પદાધિકારીઓ, સંગિની ફોરમના હોદ્દેદારો એવોર્ડ વિનર અને વાપી ગ્રુપના હિતેશ શેઠ તેમજ સમગ્ર વાપી ગ્રુપની ઉપસ્થિતિમાં સાબરકાંઠાના વિજયનગર ગ્રુપના પ્રતિનિધિ ધરાવતા વિજયનગર ગ્રુપના જિગરભાઈ ગાંધી, બ્રિજેશશાહ સહિત તમામ સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.