Western Times News

Gujarati News

ભરૂચ જીલ્લામાં આગના ત્રણ બનાવઃ ફાયરબ્રિગેડની ત્વરીત કામગીરી

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં આગના બે બનાવો સામે આવ્યા છે.જેમાં પ્રથમ હાંસોટ તાલુકાના અલ્વા ગામે આવેલી પ્લાયવુડ ની કંપનીમાં મોડી રાત્રિએ બગાસ માં એકાએક આગ લાગી હતી.તો બીજા બનાવમાં જંબુસર તાલુકાના મગણાદ – આમોદ રોડ ઉપરથી લાકડાનો ખોર લઈને જતી ટ્રકના ચાલકે વાહન ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક પલ્ટી ગયા બાદ લાકડાના ખોરના જથ્થામાં આગ ફાટી નીકળી હતી.જાેકે બંને આગની ઘટનામાં સદ્દનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું હતું.

ભરૂચ જીલ્લામાં આગની બે ઘટનાઓએ ફાયબ્રિગેડને દોડતું કરી દીધું હતું.બે અલગ – અલગ ઘટનાઓમાં બગાસના જથ્થાઓમાં આગ લાગી હતી.ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો જાેકે આગના કારણે નુકસાનનો સામનો પણ કરવો પડ્યો છે. જેમાં પ્રથમ આગના બનાવની વાત કરીએ તો ગતરોજ મોડી રાત્રિએ હાંસોટ તાલુકાના અલ્વા ગામે એક પ્લાયવુડ કંપની આવેલી છે.જેમાં રો મટીરીયલ તરીકે બગાસનો ઉપયોગ થાય છે.કંપની તેની પ્રિમાઈસીસીની સામે આવેલા મેદાનમાં આ બગાસના રો મટિરિયલને સ્ટોર કરે મૂક્યો હતો.જે બગાસના જથ્થામાં કોઈક કારણોસર આગ લાગી હતી.જાેકે બગાસએ ઘાસ અને લાકડાનું ભુસુ હોય છે જે અત્યંત જ્વલનશીલ હોવાથી ગણતરીના સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફાયર ફાયટરોને જાણ કરતા જ ઘટના સ્થળે પાંચ જેટલા ફાયર ફાયટરો રવાના કરાયા હતા.આ ટીમોએ થોડા સમયમાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતી.જાેકે સદ્દનશીબે આગની ઘટનામાં કોઈ જાનહાની નોંધવા પામી નથી પરંતુ આગના કારણે રો મટીરીયલ બળીને ખાખ થતા કંપનીને નુકસાનનો સામનો કરવો પડ્યો હતો.

તો બીજા આગના બનાવમાં જંબુસર તાલુકામાં વહેલી સવારે અકસ્માતગ્રસ્ત ટ્રક સળગી ઉઠી હતી. જંબુસર તાલુકાના મગણાદ – આમોદ રોડ ઉપરથી લાકડાનો ખોર લઈને જતી ટ્રકના ચાલકે વાહન ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક પલ્ટી મારી ગઈ હતી.જે અકસ્માત બાદ ટ્રકમાં લોડ કરાયેલ લાકડાના ખોરના જથ્થામાં એકાએક આગ ફાટી નીકળતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગણતરીની પળોમાં આખી ટ્રક સળગવા લાગી હતી.જેના પગલે ફાયરબ્રિગેડને કોલ આપવામાં આવતા તાત્કાલિક ધટના સ્થળે પહોંચી ગયા હતા અને પાણી નો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.આગ ભયંકર હોવાના કારણે સમગ્ર ટ્રક કાટમાળમાં પરિવર્તિત થઈ ગઈ હતી.જાેકે સદ્દનશીબે સદર આગની ઘટનામાં પણ કોઈ જાનહાની ન નોંધાવા પામી ન હતી.પરંતુ આગના પગલે લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લા માં આગના બે બનાવો માં કોઈ જાનહાનિ નહિ થયા તંત્રએ રાહતનો દમ લીધો હતો.પરંતુ આગની બંને ઘટનામાં મોટું નુકશાન થવા પામ્યું હતું. ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ ઈન્દિરા નગર ઝુંપડપટ્ટીમાં આજરોજ એક મકાનમાં આગ ફાટી નીકળતા નાશભાગ મચી હતી.આગના પગલે ભરૂચ પાલિકાનું ફાયર ટેન્ડર ધટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.જાેકે સદ્દનસીબે આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ ઘરવખરી બળીને ખાખ થઈ જવા પામી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના સ્ટેશન તેઓ ઉપર આવેલ ઈન્દિરા નગર ઝુંપડપટ્ટીમાં આવેલ ગીતાબેન વસાવાના મકાનમાં આજરોજ એકાએક આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટે ગોટા દુર દૂર સુધી જાેવા મળતા એક સમયે ઉપસ્થિત લોકોમાં ગભરાટનો માહોલ છવાયો હતો.મકાનમાં લાગેલ આગની ઘટનામાં ઘરની અંદર રહેલ ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી.તો બીજી તરફ ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લશ્કરો એ તાત્કાલિક બે જેટલાં ફાયર ટેન્ડરો લઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો અને મકાનમાં રહેલ બે ગેસના બોટલો ને પણ સુરક્ષિત બહાર કાઢ્યા હતા.જાેકે સમગ્ર આગના ઘટના ક્રમમાં સદ્દનસીબે કોઈ જાનહાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.