Western Times News

Gujarati News

Delhi : દિલ્હીમાં આવેલા ઓવૈસીના ઘર પર પથ્થરમારો

નવી દિલ્હી, દિલ્હીમાં ઓલ ઈંડિયા મજલિસે ઈત્તેહાદુલ મુસ્લિમીનના ચીફ અસદુદ્દીન ઓવૈસીના અશોક રોડ પર આવેલા સરકારી ઘર પર રવિવારે સાંજે અમુક ગુંડાતત્વોએ કથિત રીતે પથ્થરમારો કર્યો હતો. જેમાં તેમના ઘરની બારીઓ તૂટી ગઈ છે.

ત્યાર બાદ એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અસદુદ્દીન ઓવૈસીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, અમુક અજાણ્યા શખ્સોએ તેમના દિલ્હી સ્થિત આવાસ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટના અશોક રોડ વિસ્તારમાં એઆઈએમઆઈએમ ચીફના ઘર પર સાંજે લગભગ સાડા પાંચ વાગે બની હતી.

પોલીસને સૂચના મળ્યા બાદ એક એડિશનલ ડીસીપીના નેતૃત્વમાં દિલ્હી પોલીસની એક ટીમે તેમના ઘરની મુલાકાત લીધી અને પુરાવા એકઠા કર્યા હતા. ઓવૈસીએ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, ગુંડાતત્વોના એક જૂથે તેમના ઘર પર પથ્થરમારો કર્યો હતો અને બારીઓ તોડી નાખી હતી. ઓવૈસીએ આરોપ લગાવ્યો છે કે, ઘટનાના સમયે તેઓ ઘર પર નહોતા.

Delhi: Stone pelting at Owaisi’s house in Delhi

જ્યારે રાતના ૧૧.૩૦ કલાકે પોતાના ઘરે પહોંચ્યા તો, ઘરની બારીઓ તૂટેલી હતી અને ચારેતરફ ઈંટ અને પથ્થર પડ્યા હતા. ઓવૈસીના નોકરે જણાવ્યું હતું કે, ગુંડા તત્વોનું એક ટોળુ સાંજના ૫.૩૦ કલાકે ઘર પર પથ્થરાઓ ફેંકતા હતા. અસદુદ્દીન ઓવૈસીએ એવું પણ કહ્યું કે, તેમના ઘર પર આ ચોથી વાર હુમલો થયો છે. ઓવૈસીએ પોતાની ફરિયાદમાં કહ્યું કે, આ ચોથી વાર છે, જ્યારે આવી રીતે હુમલો થયો છે.

મારા પર ઘરની આજૂબાજૂમાં ઘણા સીસીટીવી લાગેલા છે. તેના દ્વારા તેમના સુધી પહોંચી શકાય છે અને દોષિતોને તુરંત પકડવા જાેઈએ. આવી રીતે હાઈ સિક્યોરિટીવાળા વિસ્તારમાં કઈ રીતે આ પ્રકારની બર્બરતાવાળી હરકત થઈ રહી શકે. પથ્થરમારાની ઘટના પર તુરંત કાર્યવાહી થવી જાેઈએ અને દોષિતોને ફટાફટ પકડવા જાેઈએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.