Western Times News

Gujarati News

ડાયાલીસીસ માટે જઈ રહેલા રીક્ષા મુસાફરના 70 હજારનો મુદ્દામાલ સેરવી લીધો

પ્રતિકાત્મક

પોલીસે રોકડ સહિત રીક્ષા જપ્ત કરી -પાટણમાં રીક્ષા મુસાફરના ખિસ્સામાંથી રૂપિયા સેરવી લેનાર આરોપીઓ ઝડપાયા

પાટણ, પાટણ શહેરના જુના બસ સ્ટેન્ડ સામે આવેલ ખાનગી હોસ્પિટલમાં ડાયાલીસીસ કરાવી પરત ગામડે જવા રીક્ષામાં બેઠેલા ઈસમનું ખીસ્સું હળવું કરનાર ગઠીયાઓને પાટણ પોલીસે મુદામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. A rickshaw passenger going for dialysis was robbed of 70 thousand

મળતી માહિતી મુજબ દસેક દિવસ પહેલા પાટણના જુના બસસ્ટેન્ડ સામે આવેલ ખાનગી હોસ્પિટલમાં ડાયાલીસીસ માટે આવેલ ગોસ્વામી સમાજના આધેડે-ડાયાલીસીસ કરાવ્યા બાદ ગામડે જવ જુના બસસ્ટેન્ડ પાસેથી રીક્ષામાં બેઠા હતા ત્યારે રીક્ષામાં બેઠેલા અન્ય પેસેન્જર દ્વારા રીક્ષામાં હવા ઓછી હોય

તેમ જણાવી પાછલી સીટમાં બેસી સીફતપૂર્વક રીતે આધેડ ગોસ્વામીના ખીસ્સામાંથી રૂા.૭ હજારની રકમ સેરવી લઈ આધેડને પારેવા સર્કલ પાસે ઉતારી રીક્ષા લઈને ફરાર થયા હતા

ત્યારે રીક્ષામાંથી ઉતરેલા આધેડે ખીસ્સા તપાસતાં પોતાની રોકડ રકમ નહી જણાતા તેઓએ રીક્ષાની શોધખોળ હાથ ધરી હતી.

પરંતુ કોઈ જગ્યાએ રીક્ષાનો પત્તો નહી લાગતા તેઓએ પાટણ એ ડીવીઝન પોલીસે ફરીયાદ કરતા પોલીસે ટીમે આ વિસ્તારમાં લગાવેલા સીસી ટીવી કેમેરા તપાસતા રીક્ષા નંબર-જી.જે.૦૮.એ.વી. પ૬૮૦ ગુનામાં વપરાયેલ રીક્ષા દેખાતા રીક્ષાની તપાસ હાથ ધરતા રીક્ષા શહેરના જીમખાના પાછળના રસ્તે જીમખાના પાછળના રસ્તે આવવાની હકીકત આધારે ટીમે આ વિસ્તારોમાં વોચ ગોઠવી રીક્ષાને ઝડપી રીક્ષામાં બેઠેલા ચાલકની પુછપરછ કરતાં

તેણે દસ દિવસ અગાઉ પંચાસેક વર્ષના ઈસમને રીક્ષામાં બેસાડી ખીસ્સામાંથી રૂા.૭ હજારની ચોરી કરેલાની કબુલાત કરતા પોલીસે ધનજીભાઈ પ્રેમજીભાઈ ધનજીભાઈ હમીરભાઈ ઉ.વ.ર૪ હાલ રહે. મહેસાણા રેલવે સ્ટેશન,પ તા.જીમહેસાણા મુળ

રહે.રાજુલા, તત્વજીત તા.રાજુલા, જી.અમરેલી અને જીવરાજભાઈ રાણાભાઈ કરશનભાઈ સોલંકી ઉ.વ.રપ હાલ રહે. મહેસાણા રેલવે સ્ટેશન તા.જી. મહેસાણા મુળ, રહે. રાજુલા તત્વજીત તા.રાજુલા જી.અમરેલી તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરની અટકાયત કરી તેઓની પાસેથી રોકડા રૂપિયા ૭ હજાર તથા રીક્ષા બે મોબાઈલ મળી કુલ કિ.રૂ.૬૭ હજાર નો મુદામાલ હસ્તગત કરી કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.