મહિલાએ શરાફીના કર્મચારીની મિલીભગતથી 21 લાખની છેતરપિંડી કરી

રાજકોટના વેપારી અને તેના ભાઈ સાથે રૂા.ર૧.૪૦ લાખની છેતરપીંડી-બગસરાની મહિલાએેે શરાફી મંડળીના કર્મચારીની મીલીભગતથી ઠગાઈ આચર્યાની ફરિયાદ
અમરેલી, બગસરાની મહિલાએ શરાફી મંડળીના કર્મચારી સાથે મીલી ભગત કરી રાજકોટના વેપારી અને તેના ભાઈના એફડી.એકાઉન્ટસમાંથી ર૧.૪૦ લાખ ઉપાડી લઈ છેતરપીંડી આચરતા ચકચાર મચી જવા પામી હતી.
આ અંગેે વિશ્વાસઘાત ની ફરીયાદ નોંધાતા મહિલા સહિત કર્મચારી સામે ગુનો નોંધી પોલીસે કાયદેેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
જાણવા મળતી માહિતી અનુસાર રાજકોટના એરપોર્ટ રોડ વિસ્તારમાં રહેતા અભિષેકભાઈ ભરતભાઈ જાેષી નામના વેપારીનું એકાઉન્ટ સરદાર પટેલ શરારફી મંડળ બગસરામાં આવેલ હતુ.
જાે કે તેમની અવેજીમાં જેતુનબેન ગુલામ હુસેનભાઈ ત્રવાડી નામની મહિલાએ આ મંડળીના કર્મચારી સાથે મળીને પૂર્વ આયોજીત કાવતરૂ રચી વેપારીના સેવિંગ્સ એકાઉન્ટના એફડી. એકાન્ટમાં રહેલી ૧પ.૯૦ લાખ તેમજ તેના ભાઈ ધ્યેય જાેશીના સેવિંગ એેફડી ખાતામાં રહેલી પ.પ૦ લાખની રકમ મહિલાએેે ખાતા ધારક તરીકે નામ ઉમેરો કરાવી
ખાતામાં રહેલી ૧પ.૯૦ લાખ અને ત્યારબાદ ધ્યેયના એકાઉન્ટમાં રહેેલી પ.પ૦ લાખની રકમ મળી બંન્નેેે ભાઈઓના એકાઉન્ટમાંથી ર૧.૪૦ લાખની રકમ ઉપાડી લઈ વિશ્વાસઘાત કર્યો હતો.
આ અંગે વેપારીએ આ મહિલા તેમજ સરદાર પટેલ શરાફી મંડળીના કર્મચારી સામે બગસરા ટાઉન પોલીસ મથક ખાતે ફરીયાદ નોંધાવતા પોલીસેેે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.