એડેનો વાયરસનું જાેખમ, ઝડપથી ઉભરાઇ રહી છે હોસ્પિટલ
નવી દિલ્હી, પશ્ચિમ બંગાળમાં એડેનોવાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે, જેને પગલે રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર, આ વાયરસ ઝડપથી ફેલાય છે જેના કારણે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં પીડિયાટ્રિક વોર્ડ્સ ઉભરાઇ રહ્યા છે.
એડેનોવાયરસના કારણે અત્યાર સુધી બે બાળકોના મોત થયા છે. જાે કે, મૃત્યુના કારણ તરીકે હાલ ઔપચારિક રીતે એડેનોવાયરસ નહીં હોવાનું જણાવવામાં આવ્યું છે.
જાન્યુઆરીમાં કોલકત્તા સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોલેરા એન્ડ એન્ટ્રીક ડિઝિઝને મોકલવામાં આવેલા ઓછામાં ઓછા ૩૨ ટકા નમૂનાઓમાં આ વાયરસ મળી આવ્યો છે. આ ખતરનાક વાયરસ હળવી શરદી અથવા ફ્લૂ જેવી બીમારીનું પણ કારણ બની શકે છે.
જે દરેક ઉંમરના વ્યક્તિને પ્રભાવિત કરે છે. એક્સપર્ટ્સ અનુસાર, એડેનોવાયરસ કોરોનાની માફક જ હવા, છીંક અથવા ખાંસી ખાવાથી અથવા ઇમ્યૂનિટી કમજાેર હોવાથી ફેલાઇ શકે છે અને તેની કોઇ વેક્સિન કે ઇલાજ નથી. રાહતની વાત એ છે કે, તેના લક્ષણો સામાન્ય હોય છે અને ત્રણ અથવા ચાર દિવસમાં આપમેળે ઠીક થઇ જાય છે.
અહીં જાણો, આ વાયરસ વિશે સંપુર્ણ માહિતી અને તેનાથી બચવાના ઉપાય. ક્લિવલેન્ડ ક્લિનિક અનુસાર, એડેનોવાયરસ એક સામાન્ય વાયરસની માફક જ છે જે અનેક પ્રકારની શરદી અને ફ્લૂ જેવા ઇન્ફેક્શનનું કારણ બની શકે છે.
નિષ્ણાતોએ અંદાજિત ૫૦ પ્રકારના એડેનોવાયરસની ઓળખ કરી છે જે મનુષ્યોને સંક્રમિત કરી શકે છે. એડેનોવાયરસ સંક્રમણ આખુ વર્ષ થઇ શકે છે, પરંતુ શિયાળો અને ઉનાળાના શરૂઆતી દિવસોમાં તેનું જાેખમ વધારે રહે છે. ઇન્ફેક્શન સામાન્યથી લઇ ગંભીર પણ હોઇ શકે છે. જાે કે, ગંભીર બીમારીની સંભાવના આ વાયરસમાં નહીવત્ હોય છે. એડેનોવાયરસ તમામ ઉંમરના લોકોને પ્રભાવિત કરી શકે છે.
પરંતુ તેનું સૌથી જાેખમ ૫ વર્ષથી નાના બાળકોને સૌથી વધારે રહેલું હોય છે. તેનું કારણ બાળક અને બાળકની નજીકના સંપર્કમાં આવતા લોકો એકબીજાંની નજીક હોય છે. વળી નાના બાળકો કોઇ પણ વસ્તુઓ સીધી મોંઢામાં નાખવાની આદત ધરાવતા હોય છે ઉપરાંત તેઓ હાથ વારંવાર નથી ધોતા.
કોરોના વાયરસની માફક જ આ વાયરસ પણ ભીડવાળી જગ્યાઓએ ઝડપથી પ્રસારિત થઇ શકે આ સિવાય જે લોકોની ઇમ્યૂન સિસ્ટમ કમજાેર છે તેઓને તેનું જાેખમ વધારે રહેલું હોય છે. એડેનોવાયરસ ઇન્ફેક્શનના લક્ષણો એ વાત પર ર્નિભર કરે છે આ વાયરસ શરીરના ક્યા ભાગને સંક્રમિત કરે છે. વાયરસ સામાન્ય રીતે તમારાં શ્વસનતંત્રને સંક્રમિત કરી શકે છે.
શ્વસન માર્ગમાં સામાન્ય શરદી અથવા ફ્લૂ સમાન લક્ષણો જાેવા મળે છે. એડેનોવાયરસના મોટાંભાગના લક્ષણો અમુક દિવસોથી લઇને બે અઠવાડિયા સુધી રહે છે.
જાે ઇન્ફેક્શન ગંભીર હોય તો તે વધારે દિવસો સુધી પણ રહી શકે છે. જાે અગાઉ જણાવેલા લક્ષણોનો તમને અનુભવ થઇ રહ્યો હોય ખાસ કરીને ખાંસી, તો તત્કાળ ડોક્ટરની સલાહ લેવી જાેઇએ. આ વાયરસ એકબીજાંના સંપર્કમાં આવવા, હવાના રજકણો-બેક્ટેરિયા, મળત્યાગ, પાણી અને અન્ય વસ્તુઓ દ્વારા ફેલાઇ શકે છે.
જેનો અર્થ એ છે કે, કોરોના વાયરસની માફક આ વાયરસનું ઇન્ફેક્શન પણ ગમે ત્યારે થઇ શકે છે અને કોઇ પણ ઉંમરની વ્યક્તિને થઇ શકે છે.
હાલના સમયમાં એડેનોવાયસરના સંક્રમણ માટે કોઇ ઉપચાર અથવા એન્ટીવાયરલ દવાઓ નથી. જાે કે, મોટાંભાગના કેસમાં તેના લક્ષણો હળવા હોવાથી તેને પ્રતિબંધિત કરવા માટે દર્દશામક દવાઓ આપવામાં આવે છે. જાે તમારાં લક્ષણો ગંભીર હોય અને ઇમ્યૂન સિસ્ટમ કમજાેર હોય અથવા દુર્લભ કેસમાં જ સિડોફોવિર અથવા રિબાવિરિન જેવી એન્ટીવાયરલ દવાઓ આપવામાં આવે છે.SS1MS