Western Times News

Gujarati News

UKએ ભારતીયો માટે ૨૪૦૦ વિઝા ઓફર કર્યા

નવી દિલ્હી, યુકે અને ભારત વચ્ચે મિત્રતા ગાઢ બનતી જાય છે અને તેના ભાગરૂપે યુકેએ ભારતીયો માટે ૨૪૦૦ વિઝાની જાહેરાત કરી છે. આ વિઝા યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ સ્કીમ હેઠળ બહાર પાડવામાં આવ્યા છે. મંગળવારે આ વિઝાની જાહેરાત કરવામાં આવી છે.

૧૮થી ૩૦ વર્ષની વયજૂથના ભારતીયો જરૂરી માપદંડનું પાલન કરતા હોય તો આ વિઝા માટે અરજી કરી શકે છે. નવી દિલ્હી સ્થિત બ્રિટિશ હાઈ કમિશને જણાવ્યું કે ભારતના તેજસ્વી યુવાનો જેમની ઉંમર ૧૮ અને ૩૦ વર્ષની વચ્ચે હોય તેમના માટે આ ઉત્તમ તક છે. UK જઈ શકે છે અને યુકેના યુવાનો ભારતમાં આવીને કામ કરી શકે છે.

તમે આ વિઝા માટે અરજી કરો તે અગાઉ India Young Professionals Scheme બેલટમાં તમે પસંદ થયા હોવ તે જરૂરી છે. ૨૮ ફેબ્રુઆરીએ આ બેલટ ખુલશે અને ૨ માર્ચે બંધ થશે. બેલટમાં પસંદ થનારા યુવાનોએ ૩૦ દિવસની અંદર વિઝા માટે અરજી કરવાની રહેશે. તેમાં વિઝા અરજીનો ખર્ચ ૨૫૯ પાઉન્ડ હશે જ્યારે હેલ્થકેર સરચાર્જ તરીકે ૯૪૦ પાઉન્ડ ચુકવવા પડશે.

આ સમયે તમારા બેન્ક ખાતામાં ૨૫૩૦ પાઉન્ડ હોવા જરૂરી છે. યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ સ્કીમ હેઠળ વીઝા મેળવવા હોય તો અરજકર્તાએ જરૂરી શૈક્ષણિક લાયકાતો મેળવેલી હોવી જરૂરી છે. તેના માટે બેચલર્સ ડિગ્રી અથવા તેનાથી ઉપરનું એજ્યુકેશન હોવું જાેઈએ. અરજકર્તાના બચતખાતામાં ૨૫૩૦ પાઉન્ડ (લગભગ ૨.૬૦ લાખ રૂપિયા) હોવા જાેઈએ.

આ ઉપરાંત અરજકર્તાના આશ્રિત તરીકે કોઈ સગીર બાળક હોવું ન જાેઈએ. તે ભારતીય નાગરિક હોવ તો ઈન્ડિયા યંગ પ્રોફેશનલ સ્કીમ વિઝા હેઠળ અરજી કરી શકો છો. આ બેલેટમાં ભાગ લેતા પહેલાં તમારી લાયકાતની ચકાસણી કરી લો.

આ વિઝા બધાને મળે એવું નથી. તેથી એક લોટરી દ્વારા સફળ એન્ટ્રીની પસંદગી કરવામાં આવશે. બેલટ બંધ થાય તેના બે સપ્તાહની અંદર જેમને પસંદ કરવામાં આવ્યા હશે તેમને ઈમેઈલ દ્વારા રિઝલ્ટ મોકલવામાં આવશે.

બેલટમાં ભાગ લેવાનો કોઈ ચાર્જ નથી. પરંતુ વિઝાની ફી ૨૫૯ પાઉન્ડ છે. તેથી તમે આ ખર્ચ કરવા માંગતા હોવ તો જ બેલટમાં ભાગ લેવો જાેઈએ. આ પ્રક્રિયા માટે તમારે ઓનલાઈન વિગત આપવાની રહેશે જેમાં તમારે તમારું નામ, ફોન નંબર, ઈમેઈલ એડ્રેસ અને જન્મ તારીખ જણાવવાની રહેશે.

આ ઉપરાંત પાસપોર્ટની સ્કેન કરેલી કોપી અપલોડ કરવાની રહેશે. ફેબ્રુઆરીના અંતમાં આ માટે બેલટ ખુલશે. તેમાં પસંદ થનારા ભારતીય યુવાનો બે વર્ષ માટે યુકેમાં રહી શકશે અને કામ કરી શકશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.