DJના ઘોંઘાટથી ત્રાહિમામ પોકારી ગયા છે લોકો
અમદાવાદ, રાજ્યભરમાં પાછલા થોડા સમયથી ડીજેને લગતી ફરિયાદ સતત વધી રહી છે. લગ્ન સહિતના વિવિધ પ્રસંગોમાં લોકો એટલા મોટેથી મ્યુઝિક વગાડતા હોય છે કે પરેશાન લોકોએ પોલીસની મદદ લેવી પડતી હોય છે.
અત્યારે જ્યારે લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે કંટ્રોલ રૂમમાં આ પ્રકારની ફરિયાદો ખૂબ જ આવી રહી છે. ઉલ્લેખનીય છે કે પાછલા ૧૮ મહિનામાં એટલે કે જાન્યુઆરી, ૨૦૨૧થી લઈને અત્યાર સુધી અમદાવાદ શહેરની પોલીસને ધ્વનિ પ્રદૂષણની ૧૦,૨૭૭ ફરિયાદ મળી ચૂકી છે.
જાે કે, આ ફરિયાદ પર કાર્યવાહીની વાત કરવામાં આવે તો અત્યાર સુધી માત્ર બે વાહન જપ્ત કરવામાં આવ્યા છે. તેના સિવાય કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નથી આવી. નોંધનીય છે કે ડિસેમ્બર ૨૦૧૯માં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરફથી એક નોટિસ જાહેર કરવામાં આવી હતી.
જ્યારે ગુજરાત હાઈકોર્ટે આ સૂચનાના અમલીકરણને લગતો પ્રશ્ન કર્યો તો અમદાવાદ પોલીસે જાન્યુઆરી ૨૦૨૩માં પાંચ હ્લૈંઇ દાખલ કરી હતી. ૨૦મી જાન્યુઆરીના રોજ અમદાવાદ શહેરના પોલીસ કમિશનરે જાહેર સ્થળોએ ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા માટે પ્રતિબંધો લાગુ કર્યા હતા.
આ સિવાય ધાર્મિક સ્થળોને પણ આદેશ આપવામાં આવ્યો હતો કે પોતાની સાઉન્ડ સિસ્ટમનો અવાજ ધીમો રાખે તેમજ અમુક વિસ્તારથી દૂર તેનો અવાજ ના જવો જાેઈએ. આ સિવાય માઈક સિસ્ટમ સહિત અન્ય વાદ્યોના જાહેરમાં ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ઉપયોગ કરવા માટે અમુક શરતોનું પાલન કરવાનું રહેશે. ધાર્મિક સ્થળોની વાત કરીએ તો, અમદાવાદ પોલીસે પરિપત્રમાં જણાવ્યું છે કે, મંદિર, ચર્ચ અને મસ્જિદોમાં માઈકનો અવાજ મર્યાદિત હોવો જાેઈએ અને તે પરિસરની બહાર અવાજ ના જવો જાેઈએ. વડોદરાની વાત કરવામાં આવે તો, પાછલા થોડા મહિનામાં વડોજરાના પોલીસ કંટ્રોલ રૂમમાં ૫૦ ટકા ફોન ડીજે મ્યુઝિકની ફરિયાદને લગતા હતા.
પાછલા સાત જ દિવસમાં વડોદરા શહેરના પોલીસ કંટ્રોલ રુમમાં ૪૦૦ ફોન આવ્યા હતા. આ સમસ્યા વધવાને કારણે પોલીસે ફરિયાદ નોંધવાનું અને મ્યુઝિક સિસ્ટમ જપ્ત કરવાનું કામ શરુ કર્યું છે.
વડોદરાના પોલીસ કમિશનર શમશેર સિંહ જણાવે છે કે, શહેરી વિસ્તારોમાં આ એક મોટી સમસ્યા છે. અમને દરરોજ ડઝન જેટલી ફરિયાદ આ બાબતની આવતી હોય છે. અન્ય એક પોલીસ અધિકારી જણાવે છે કે, હવે નાની પાર્ટી હોય તો પણ ડીજે બોલાવવામાં આવે છે.
આને કારણે બાકીના લોકો ખૂબ ડિસ્ટર્બ થાય છે. પાછલા ચાર દિવસમાં પોલીસે દરરોજ ચાર ફરિયાદ નોંધી છે. વડોદરાના એડવોકેટ શૈલેષ અમે પોલીસ વિભાગમાં પત્ર લખીને આ સમસ્યાની જાણકારી આપી હતી.
તેમણે જણાવ્યું કે, ડીજે મ્યુઝિકને કારણે સ્વાસ્થ્યને લગતી સમસ્યા પણ ઉભી થઈ શકે છે. તેણે પોલીસને વિનંતી કરી હતી કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રાતના દસ વાગ્યા પછી આ પ્રકારના ઘોંઘાટને મંજૂરી ના મળવી જાેઈએ.SS1MS