રિસેપ્શન પહેલા નવ પરિણિત દંપતીનું રહસ્યમય મોત

રાયપુર, લગ્નનો પ્રસંગ અચાનક શોકમાં ગરકાવ થઈ ગયો એવી ઘટના સામે આવી છે. એક રહસ્યમયી રીતે નવ પરિણિત યુગલ બંધ રૂમમાં મૃત અવસ્થામાં જાેવા મળતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે નવ પરિણિત વર અને વધુના શરીર પર અનેક ચપ્પાના ઘા જાેવા મળ્યા હતા. આની સાથે જ બંધ રૂમમાં તેમનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
પોલીસે અનુમાન લગાવ્યું છે કે બંને વચ્ચે પહેલા ઝઘડો થયો હશે અને ત્યારપછી એકે સૌથી પહેલા બીજાને ચપ્પુ માર્યુ અને ત્યારપછી આત્મહત્યા કરી લીધી હશે. ચલો સમગ્ર ઘટનાક્રમ પર વિગતવાર નજર કરીએ. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે લગ્ન પહેલા અસલમ અને કહકાશા ૪ વર્ષથી એકબીજા સાથે રિલેશનશિપમાં હતા. પોલીસે જણાવ્યું કે કન્યાના શરીર પર ઓછામાં ઓછા ૧૫ વખત છરી વડે હુમલા કરાયા છે.
જેનાથી અનુમાન લગાવાઈ રહ્યું છે કે એ વરરાજા હોઈ શકે છે જેણે હુમલો કર્યો હોય. મંગળવારની એ રાત કે જ્યારે રિસેપ્શન માટે બધુ જ તૈયાર હતું. મેકઅપ આર્ટિસ્ટ દુલ્હનને તૈયાર કરીને બહાર આવી ગયા હતા. તેવામાં અચાનક પરિવારજનો અને મહેમાનોને કપલ રૂમમાંથી ચીસો સંભળાવવા લાગી હતી.
પોલીસે કહ્યું કે અસલમ અને કહકાશા બંને દર્દથી કણસતી ચીસો પાડી રહ્યા હતા. બધા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે દરવાજાે ધડાકાભેર ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે અંદરથી બંધ હતો. ચીસો એક મિનિટથી વધારે સમય સુધી સંભળાઈ હતી અને અચાનક પછી બધા અવાજાે બંધ થઈ ગયા હતા. પરિવારના સભ્યોમાંથી કોઈએ બારીમાંથી એક જગ્યા શોધી કાઢી.
આમાંથી રૂમની અંદર શું થઈ રહ્યું છે તે જાેવા મળી રહ્યું હતું. જેમાંથી સ્પષ્ટપણે નજરે પડ્યું કે નવદંપતિ બેભાન અવસ્થામાં ઢળી પડેલા છે. અસલમ જમીન પર અને કહકાશા પલંગ પર ઢળી પડેલી છે. દરેક જગ્યાએ દૂર દૂર સુધી લોહીના છાંટા ઉડેલા હતા.
કન્યાની બાજુમાં છરી પડી હતી. પરિવારજનોએ તાત્કાલિક પોલીસ બોલાવી લીધી હતી અને દરવાજાે તોડી દીધો હતો. ત્યારપછી નવદંપતીને હોસ્પિટલ ખસેડી દેવાયા હતા. જ્યાં ડોકટરે તમામ તપાસ હાથ ધર્યા પછી તેમને મૃત જાહેર કરી દીધા હતા. ત્યારપછી હવે પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. આગળ ત્યારપછી વધુ તપાસ હાથ ધરાશે.SS1MS