Western Times News

Gujarati News

પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા રસ્તાઓ ફોર-લેન બનાવવા ૨૮૦૦ કરોડની ફાળવણી

પ્રતિકાત્મક

• ૭ વર્ષ પૂર્ણ થયેલ હોય તેવા રસ્તાઓનું રીસરફેસીંગની કામગીરી માટે અંદાજીત `૨૨૦૦ કરોડની જોગવાઈ.

• જુદા જુદા રસ્તાઓના અનુભાગોની અંદાજે ૧ હજાર કિલોમીટર લંબાઈને ૧૦ મીટર કે ૭ મીટર પહોળા કરવાની `૧૬૭૯ કરોડની કામગીરીનું આયોજન.

• ૯૬૨ કરોડના ખર્ચે ઓખા અને બેટ દ્વારકાને જોડતા ચાર-માર્ગિય કેબલ સ્‍ટેઇડ સિગ્નેચર બ્રિજની કામગીરી પ્રગતિ હેઠળ.

• સરખેજ-ગાંધીનગર હાઇવેને `૯૧૩ કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી અન્વયે ત્રણ સ્ટ્રકચર (છારોડી, ઉજાલા, ખોડીયાર આર.ઓ.બી.)ની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ કામગીરી પૂર્ણ થયેથી ગાંધીનગર અને અમદાવાદને જોડતો રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ સંપૂર્ણપણે છ-માર્ગીય થશે.

• અમદાવાદ-બગોદરા-રાજકોટ હાઇવેને `૩૩પ૦ કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી માટે `૬૧૫ કરોડની જોગવાઇ.

• પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત અંદાજે ૩૦૦૦ કિલોમીટરના ગ્રામ્ય માર્ગોને પહોળા કરવા `૧૭૫૦ કરોડની અંદાજીત કિંમતના કામોને મંજુરી મળેલ છે જે પૈકી ૧૧૮૫ કિ.મી.ની કામગીરી પ્રગતિ હેઠળ, જેના માટે `૬૦૦ કરોડની જોગવાઈ.

• જૂના પુલોના પુન:બાંધકામ અને મજબુતીકરણ માટે `૫૫૦ કરોડની જોગવાઈ.

• `૪૦૧ કરોડના ખર્ચે કચ્છ અને બનાસકાંઠા જિલ્લાઓને જોડતા ઘડુલી-સાંતલપુર રસ્તાની ૮૦ કિ.મી. લંબાઇની ખુટતી કડીઓની કામગીરી પ્રગતિ હેઠળ.

• ભરૂચ દહેજ રસ્તા પર `૪૦૦ કરોડના ખર્ચે ભોળાવ જંક્શનથી શ્રવણ જંક્શન સુધી ૩ કિ.મી. લંબાઈનો છ-માર્ગીય એલીવેટેડ કોરીડોર જેમાં હયાત રેલવે ઓવરબ્રીજ ઉપર ડબલ હાઈટ પર રેલવે ઓવરબ્રીજની કામગીરી પ્રગતિ હેઠળ.

• ભુજ-ખાવડા-ધર્મશાળા રસ્તો `૩પર કરોડના ખર્ચે દ્વિમાર્ગીય કરવાની કામગીરી પ્રગતિ હેઠળ.

• રસ્તાઓનું મજબુતીકરણ, અપગ્રેડેશન, ખુટતીકડીના રસ્તાઓ અને પુલના બાંધકામ સહિતના કોસ્ટલ હાઇવે માટેના `૨૪૪૦ કરોડના આયોજન અંતર્ગત ૨૫ રસ્તાઓની `૬૯૩ કરોડની કામગીરી. જેના માટે `૨૭૮ કરોડની જોગવાઇ.

• પી.એમ. ગતિશક્તિ અંતર્ગત મહત્વના પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનના ઇકવિટી ફાળા માટે `૨૦૦ કરોડની જોગવાઇ.

• કીમ-માંડવી રાજ્ય ધોરીમાર્ગ–૬૫ ના ૪૦ કિ.મી. લંબાઈના રસ્તાને વિકસાવવા માટે `૨૦૦ કરોડની કામગીરી પ્રગતિ હેઠળ.

• સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતાનગર)ને જોડતા ૨૧૮ કિ.મી. લંબાઇના રસ્તા પૈકી ૯૫ કિ.મી. લંબાઇના રસ્તાઓ માટે `૨૧૯ કરોડની કામગીરી. જેના માટે `૧૪૦ કરોડની જોગવાઇ.

• આદિજાતિ વિસ્તારમાં ગામમાંથી શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધીના પાકા રસ્તા અને પુલો માટે `૩૨૨ કરોડની કામગીરી. જેના માટે `૧૨૩ કરોડની જોગવાઇ.

• રેલ્વે ક્રોસીંગ પર ઓવરબ્રીજ બાંધવા અંગે:
o ડી.એફ.સી.સી. રૂટ ઉપર આવતા રેલ્વે લેવલ ક્રોસીંગ તેમજ અન્ય રેલ્વે ક્રોસીંગો પર આર.ઓ.બી. ની કામગીરી પૈકી `૨૯૭૬ કરોડના ખર્ચે કુલ ૫૨ (બાવન) રેલ્વે ઓવર બ્રીજના કામો પ્રગતિ હેઠળ.

o ફાટક મુકત અભિયાન હેઠળ `૪૧૧૮ કરોડના ખર્ચે કુલ ૮પ આર.ઓ.બી. ની કામગીરી પ્રગતિ હેઠળ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.