હવે પાર્સલ લઈ જતી ટ્રેનમાં OTS આધારીત ડિજીટલ લોક લગાવાશે
ડિજીટલ સિસ્ટમનું બટન દબાવે તો ટ્રેન પહોંચી ગયાનો સંકેત મળતા લોક ખોલવા ડ્રાઈવરને ઓટીએસ મોકલાશે
(એજન્સી)અમદાવાદ, કંપનીઓ દ્વારા રેલવેમાં મોકલવામાં આવતા પાર્સલની ચોરી થઈ જવાની સમસ્યનો ઉકેલ લાવવા માટે રેલવેના તંત્રએ વન ટાઈમ પાસવર્ડ-ઓટીપી આધારીત ડીજીટલ લાત્ક લગાવવાનો નિર્ણય કર્યો છે. તેને પરીણામે રેલવેના માધ્યમથી મોકલવામાં આવતા માલની સલામતીમાં વધારો થશે. Now OTS based digital lock will be installed in the parcel carrying train
ઓટીપી આપ્યા બાદ રેલવે ટ્રેનમાં મોકલવામાં આવેલા પાર્સલ જજે સ્ટેશને ઉતારવામાં હશે તે જ સ્ટેશને રેલવેના અધિકારીને માલ ડાઉનલોડ કરવા માટેના ઓટીપી મોકલવામાં આવશે. તેની મદદથી જ માલનું લોડીગ અને અનલોડીગ કરી શકાશે.
ડીજીટલ લાત્કની નવી સીસ્ટમને ઉપયોગ કરીને ટ્રેનમાં પાર્સલ મોકલનાર વ્યકિત ટ્રેનને ટ્રેક કરી શકશે. અઠવાડીયા પહેલા આખી ગુડસ ટ્રેન ગાયબ થઈ જવાના વહેતા થયેલા ખોટા અહેવાલો પણ આ વ્યવસ્થાને કારણે જાહેર થતાં અટકી જશે. તેમ જ તેના જે તે સમયના લાત્કેશનને પણ જાણી શકશે.
રેલવે ટ્રેનમાંથી પાર્સલની ચોરી થતી અટકાવવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પાર્સલ ટ્રેન અને નુર ચુકવીને મોકલવામાં આવતા માલ માટે આ વ્યવસ્થા કરવામાં આવશે.
રેલવે તંત્રના જણાવ્યા મુજબ ડીજીટલ લાત્કની નવી સીસ્ટમ માત્ર ઓટીપીની મદદથી જ ચાલુ કે બંધ થઈ શકશે. માલની હેરફેર દરમ્યાન અન્ય કોઈ જ વ્યકિકત તે ખોલી શકશે નહી. પાર્સલ કે માલ લઈ જતી ટ્રેન જે જે સ્ટેશને ઉભી રહેવાની હશે અને જયાં માલ ઉતારવાનો કે જયાંથી નવો માલ ચઢાવવાનો હશે તે સ્ટેશનના અધિકારીને તેનો વન ટાઈમ પાસવર્ડ મોકલી આપવામાં આવશે.
ડીજીટલ લાત્ક સીસ્ટમના ટ્રેનની બોગીનો દરવાજાે ઓટીપીપી જ ખુલશે. આ ઓટીપી વન ટાઈમ પાસવર્ડ રેલવેના પર્સનેલ અધિકારીને જ મોકલવામાં આવશે. તેના પોતાના મોબાઈલ પર આ નંબર મોકલવામાં આવશે. એકવાર ટ્રેન તેના ગંતવ્યવસ્થાને ડેસ્ટિનેશન પર પહોચી જશે એટલે ટ્રેનના ડ્રાઈવરે લાત્કેશન કન્ફર્મ કરવું પડશે.
લાત્કેશન બટન દબાવવાનું રહેશે. લોકનું બટન દબાવશે એટલે પસીનેલને મોકલવામાં આવેલો પાસવર્ડની ચકાસણી કરી શકાશે. પાસવર્ડની ચકાસણી થઈ ગયા પછી બીજાેઓટીપી ડ્રાઈવરના મોબાઈલ પર મોકલવામાં આવશે. આ બીજા ઓટીપીની મદદથી જ લાત્ક ખોલી શકાશે.
ટ્રેનની બોગીનો દરવાજાે તોડવાનો પ્રયાસ કરવામાં આવે કે પછી ટ્રેનને અકસ્માત નડે તેવા સંજાેગોમાં રેલવેની ડીજીટલ લાત્ક સિસ્ટમ રેલવેના અધિકારીઓને એલર્ટનો મેસેજ મોકલી આપશે. આ સીસ્ટમની મદદથી ટ્રેન કયાંથી નીકળીને કેટલે પહોચી તે પણ જાણી શકાશે. તેમ જ તેનું જે તે ઘડીનું લાત્કેશન જાણી પણ શકાશે.
ડીજીટલ લાત્કની આ સીસ્ટમને કારણે રેલવેની ગુડ્સ ટ્રેન કે પેસેન્જર ટ્રેનમાં મોકલાતા પાર્સલની ચોરી થવાની ઓછી થઈ જશે. તેમ જ રેલવેતંત્રની નૂરની આઅવક વધશે. રેલવે પ્રોટેકશન ફોર્સે રપમી જાન્યુઆરી ર૦ર૩ સુધીના દસ માસના ગાળામાં અંદાજે રૂા.૭.૩૭ કરોડની ચોરીને ૧૧,ર૬૮ કેસ પકડી પાડયા છે.
રેલવે પ્રોટેકશન ફોર્સ રેલવેની પ્રોપર્ટી સામે કરવામાં આવતા કોઈપણ ગુનાના કેસમાં પગલાં લેવાની સત્તા ધરાવેછે. રેલવે પ્રોપર્ટી અનાલાત્કુલ પઝેશન એકટ ૧૯૬૬ની જાેગવાઈ હેઠળ તમને આ સત્તા મળેલી છે. અત્યારે ટ્રકથી માલ ટ્રાન્સપોર્ટ કરતી કંપનીઓ ઓટીપી આધારીત લાત્ક સીસ્ટમનો ઉપયોગ કરે છે. તેની મદદથી ટ્રકને ટ્રેક કરી શકાય છે. તેમ જ લુંટ અને ચોરી ઓછી કરી શકાય છે.