મોડી રાત્રે ખેતરમાં જંગલી પ્રાણીઓ ત્રાટકતા તૈયાર પાકને નુકશાન
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરમાં ખેડૂતોના ખેતરમાં મોડી રાત્રિના સમયે જંગલી પ્રાણીઓ ત્રાટકી રહ્યા છે.જેના પગલે તૈયાર પાકોને જમીન માંથી જ ઉખાડી નાંખતા હોય છે.જેના પગલે ખેડૂતને ખેતીમાં મોટું નુકસાન થતા ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે ખેતરની ફરતે વોલરૂપી લોખંડના વીજ કરંટ વાળા તારો લગાડી પાકનું રક્ષણ કરી રહ્યા છે. Damage to crops due to wild animals attacking the field late at night
નર્મદા નદીના કાંઠે ખેડૂતોના ખેતરોમાં ચોમાસાની ઋતુમાં પૂરના પાણી ખેડૂતોની ખેતીને નષ્ટ કરી નાંખે છે.તો બીજી તરફ શિયાળો અને ઉનાળો દરમ્યાન ખેડૂતો પોતાની ખેતી કરીને આર્ત્મનિભર બનવાના પ્રયાસો કરતા હોય છે.પરંતુ તેમાં હવે જંગલી પ્રાણીઓ ખેડૂતોના તૈયાર પાકને નુકસાન કરી ખેડૂતોને પાયમાલ કરી રહ્યા છે.
વાત છે ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટની જ્યાં હજારો એકરની જમીનમાં ખેડૂતોએ તુવેર, શેરડી,કેળ,કોબીચ,ફ્લાવર,ચીકુ અને લીંબુ સહિતની ખેતી કરી રહ્યા છે.પરંતુ મોડી રાત્રિના સમયે ખેડૂતોના ખેતરોમાં જંગલી પ્રાણી ડુક્કર અને રોઝડા સહિતના પ્રાણીઓના જૂથ આવીને ખેડૂતોની ખેતીને નુકસાન કરી જતા હોય
અને સવારે ખેડૂતો પોતાના ખેતરમાં આવે ત્યારે જંગલી પ્રાણીઓ દ્વારા નુકસાન કરેલું હોવાનું જાેવા મળતું હોય છે.જેના કારણે ખેડૂતે મહેનત કરી તૈયાર કરેલી ખેતીને નુકસાન થતા ખેડૂતોમાં નારાજગી સાથે રોષ જાેવા મળી રહ્યો છે અને સરકાર પાસે વળતરની માંગ પણ કરી રહ્યા છે.
ખેડૂતોએ પોતાના તૈયાર થયેલા પાકને બચાવવાના પ્રયાસો હાથ ધરવા સાથે પાકને જંગલી પ્રાણીઓ નુકસાન ન પહોંચાડી શકે તે માટે ખેડૂતોએ પોતાના ખેતરોમાં લોખંડના તાર બાંધ્યા છે.જેમાં સોલાર પેનલ મારફતે કરંટ ઉતારવામાં આવ્યો છે.
દિવસ દરમ્યાન સોલાર પેનલ ચાર્જિંગ કરવામાં આવે છે અને રાત્રી દરમ્યાન લોખંડના તાર માં કરંટ ઉતારવામાં આવે છે.જાે કોઈ જંગલી પ્રાણી લોખંડના તારને અડી લે તો તેને નોર્મલ કરંટ લાગે છે અને તે ભાગી જાય છે.આમાં જંગલી પ્રાણીઓને પણ નુકસાન થતું નથી અને ખેડૂતોના પાકને પણ નુકસાન થતું અટકાવી શકાય છે.