Western Times News

Gujarati News

કૃષિ યુનિવર્સિટીનાં સાગર પ્રજાપતિએ ૮૦૦ મીટર દોડમાં સિલ્વર મેડલ જિત્યો

બનાસકાંઠા, ચૌધરી ચરણસિંઘ હરીયાણા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી હિસ્સારમાં ઓલ ઇન્ડીયા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીઝ સ્પોર્ટ્‌સ એન્ડ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી કુલ ૬૫ યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો.જેમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થી સાગર પ્રજાપતિએ ૮૦૦ મીટર દોડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી દ્વિતીય સ્થાન મેળવી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.

ચૌધરી ચરણસિંઘ હરીયાણા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી, હિસ્સારમાં તા. ૨૦ થી તા. ૨૪ ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન યોજાયેલી ૨૧મી ઓલ ઇન્ડીયા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી સ્પોર્ટ્‌સ એન્ડ ગેમ્સ- ૨૦૨૨-૨૩માં સમગ્ર દેશમાંથી કુલ ૬૫ યુનિવ ર્સિટીઓએ ભાગ લીધો હતો. જેમાં જેમાં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદાર કૃષિનગરનાં કુલ-૪૦ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ બાસ્કેટબોલ, બેડમીન્ટન (ભાઈઓ-બહેનો), કબડી, ટેબલ ટેનિસ (ભાઈઓ-બહેનો), વોલીબોલ (ભાઈઓ-બહેનો) અને એથ્લેટિકસ (ભાઈઓ-બહેનો), રમતોમાં ભાગ લીધો હતો.

આ સ્પર્ધાઓમાં સમગ્ર દેશમાંથી કુલ ૬૫ યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો. જેમાં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થી સાગર પ્રજાપતિએ ૮૦૦ મીટર દોડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી રજત ચંદ્રક (સિલ્વર મેડલ) તેમજ ૧૫૦૦ મીટર દોડમાં ચતુર્થ સ્થાન મેળવી રાષ્ટ્રીય કક્ષાએ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે.

આ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનું નામ રોશન કરવા બદલ સિલ્વર મેડાલીસ્ટ સાગર પ્રજાપતિ તથા ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓ અને ટીમ મેનેજરને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. આર. એમ. ચૌહાણ, નિયામક, વિદ્યાર્થી કલ્યાણ ડો. કે. પી. ઠાકર તથા યુનિવર્સિટીના તમામ અધિકારીઓ અને વિવિધ મહાવિધાલયના આચાર્યઓએ સૌને અભિનંદન પાઠવ્યા હતા. SS3.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.