Western Times News

Gujarati News

૧૫ વર્ષીય કિશોરે મોબાઈલ ન મળતા આત્મહત્યા કરી

સુરત, ડિજિટલ યુગમાં અત્યારે મોબાઈલ ફોનનું મહત્ત્વ સતત વધતું જઈ રહ્યું છે. ત્યારે નાના બાળકોને પણ મોબાઈલ ફોન વાપરવાનો અને પોતાનો અલગ ફોન હોય એવી ઈચ્છા થાય છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરિવારજનોએ ૧૫ વર્ષીય પુત્રને મોબાઈલ ફોન નહીં અપાવે એવું જણાવ્યું હતું. આ ૧૫ વર્ષીય કિશોર છેલ્લા ૧થી વધુ મહિનાથી પરિવાર પાસે મોબાઈલ ફોન માગી રહ્યો હતો.

પરંતુ તેને તાત્કાલિક ફોન ન અપાવી દેતા બાળકે જીવન ટૂંકાવી દીધું છે. મોબાઈલ ફોનના ક્રેઝનો આ કિસ્સો સૌથી વધારે ચર્ચામાં રહ્યો છે. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે વરાછાના હરિધામ સોસાયટીમાં આ ઘટના બની છે. અહીં રત્ન કલાકારનો પરિવાર વસવાટ કરે છે. આ પરિવારમાં ૧૫ વર્ષીય બાળકે આત્મહત્યા કરી લેતા શોકની લહેર પ્રસરી ગઈ છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે પરિવારજનોએ દીકરાએ પહેલા અભ્યાસ પર ધ્યાન આપવું જાેઈએ એવું જણાવ્યું હતું. અત્યારે મોબાઈલ ફોન નહીં અપાવીએ પછી અપાવીશું એમ કહેતા ૧૫ વર્ષીય કિશોરને ખોટુ લાગી ગયું હતું.

રત્ન કલાકાર તરીકે કામ કરતા ગુણવંતના ૧૫ વર્ષીય પુત્રેએ મોબાઈલ ફોન માગ્યો હતો. જાેકે પરિવાર તેને ના પાડી દીધી હતી અને થોડા સમય પછી અપાવીશું એમ કહ્યું હતું. જાેકે તેને આ વાત ન ગમી અને અભ્યાસ પર ધ્યાન આપ એવું કહેતા ખોટુ લાગતા મોટુ પગલું ભરી લીધું છે. મીડિયા અહેવાલો પ્રમાણે ૧૫ વર્ષીય કિશોરે ઘરમાં જ જીવન ટૂંકાવી દીધું છે. તેના સુસાઈડના સમાચાર સાંભળી સમગ્ર પરિવારમાં શોકનું મોજુ પ્રસરી ગયું છે. નોંધનીય છે કે મોબાઈલ ફોનની આદતના કારણે રાજ્યમાં ઘણા આત્મહત્યાના કિસ્સા સામે આવ્યા છે. તેવામાં બાળકોમાં અત્યારે મોબાઈલ ફોનની આદત વધારે જાેવા મળી રહી છે. આ કિસ્સો લોકોની આંખ ઉઘાડી દે એવો છે. SS3.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.