Western Times News

Gujarati News

બાંધકામ દૂર કરતાં પહેલાં નાગરિકોએ હવે મ્યુનિસિપલ તંત્રની પરવાનગી લેવી પડશે

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના નગર વિકાસ વિભાગ દ્વારા આજે બહાર પડાયેલી જાહેર નોટિસ મુજબ હવેથી હયાત બાંધકામને દૂર કરવાની કામગીરી શરૂ કરવાના સાત દિવસ પહેલાં જે તે ઝોનલ કચેરીના એસ્ટેટ – નગર વિકાસ ખાતામાં દૂર કરવાના

બાંધકામના ફોટોગ્રાફ્સ સહિત ફ્લોર, તેનો ઉપયોગ વગેરેની વિગતો સહિત લેખિતમાં જાણ કરવાની રહેશે. કોર્પોરેશનના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત કેટલાક લોકો દ્વારા થતી આડેધડ રીતે હયાત બાંધકામને તોડી નાખવાની પ્રવૃત્તિ સામે લાલ આંખ કરાઈ છે, જેના કારણે તંત્રના નિયમોને ઘોળીને પી જનારા આવા લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

આ જાહેર નોટિસમાં સૌથી પહેલી જાેગવાઈ હયાત બાંધકામ દૂર કરવાની કામગીરી શરૂ કરતા પહેલાં સાત દિવસ અગાઉ તંત્રને જાણ કરવાની થાય છે. એટલે રાતોરાત કરાતી ડિમોલિશનની પ્રવૃત્તિ પર અંકુશ મુકાશે.ડિમોલિશનની પ્રવૃત્તિ શરૂ કરતાં પહેલાં અને ડિમોલિશન દરમિયાન પ્લોટની દરેક બાજુએ

દૂર કરવાના બાંધકામની સાપેક્ષમાં પર્યાપ્ત ઊંચાઈ સુધીની પતરાંની વાડ, પડદા, વિન્ડશીલ્ડ તેમજ બહુમાળી બિલ્ડિંગમાં ઉપરના માળનાં બાંધકામને દૂર કરવાની કામગીરી સમયે ચારે બાજુ નેટ સેફ્ટીની વ્યવસ્થા સલામતીના હેતુથી કરવાની રહેશે.

આવી કામગીરી સાથે સંકળાયેલાં તમામ વ્યક્તિ-મજૂરોને સેફ્ટી હેલ્મેટ, સેફ્ટી બૂટ, હેન્ડ ગ્લવ્ઝ વગેરે જે તે માલિક કે કોન્ટ્રાક્ટરો દ્વાર પૂરા પાડવાના રહેશે. હયાત બાંધકામને દૂર કરવાની કાર્યવાહી દરમિયાન જાહેર માર્ગ કે અવરજવરના રસ્તા ઉપરના વાહન વ્યવહાર કે પગપાળા અવરજવર કરતા રાહદારીને અડચણ ઊભી ન થાય તેની પૂરતી કાળજી રાખવાની રહેશે.

બાંધકામનાં ડિમોલિશનની કામગીરી શરૂ કરતા પહેલાં આ કામગીરી સંદર્ભે ચેતવણી દર્શાવતાં સાઇન-બોર્ડ જેમ કે ડિમોલિશન વર્ક ઇન પ્રોગ્રેસ, ડેન્જર, કોશન વગેરે જાહેર રસ્તા પરથી લોકો સહેલાઈથી જાેઈ શકે તે મુજબ પ્રસિદ્ધ કરવાનાં રહેશે.

બેઝમેન્ટની ડિમોલિશનની કામગીરી દરમિયાન સલામતીને ધ્યાનમાં રાખીને યોગ્ય રીતે શોરિંગ કે શટરિંગ વગેરે કરવામાં આવે તેની તકેદારી રાખવાની રહેશે.

આમાં સૌથી વધુ મહત્ત્વની બાબત એ છે કે હયાત બાંધકામને દૂર કરતી વખતે અરજદાર દ્વારા આ તમામ જાેગવાઈનું ચુસ્ત રીતે પાલન કરવું જરૂરી છે. અન્યથા મ્યુનિ. તંત્ર દ્વારા જીપીએમસી એક્ટ ૧૯૪૯ની કલમ ૨૪૮ (૧) હેઠળ કામ અટકાવી દેવાશે તેમજ અરજદાર સામે કાનૂની કાર્યવાહી કરવા પોલીસને જાણ કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.