Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. જાહેરાત કોન્ટ્રાકટરોની 38 કરોડની પેનલ્ટી માફ કરશે

પ્રતિકાત્મક તસવીર

ગુજરાત કોલેજ રોડ પાસે રોડની બંને તરફ નાના મોટા ૬૦ જેટલા વૃક્ષ છે જેના કારણે રોડ પહોળાઈનો પુરો લાભ મળતો નથી. તથા આસપાસના સર્વિસ રોડ પર ઘણા દબાણ થઈ ગયા છે આ અંગે ટુંક સમયમાં યોગ્ય નિર્ણય કરવામાં આવશે.

પરકોલેટીંગ વેલ યોજનામાં કાઉન્સિલર બજેટ ફાળવવા નિર્ણય થશેઃ હિતેશ બારોટ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પરકોલેટીંગ વેલ યોજનામાં કાઉન્સીલર બજેટ ફાળવવા તેમજ ઘરે ઘરે ડસ્ટ બીન વિતરણ ઝડપથી પૂર્ણ કરવા માટે સ્ટેન્ડિગ કમિટિ બેઠકમાં ચર્ચા થઈ હતી આ ઉપરાંત જાહેરાત હોર્ડિંગ્સના કોન્ટ્રાકટરોને પેનલ્ટી માફ કરવા માટેની દરખાસ્તને પણ મંજુરી આપવામાં આવી હતી.

મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશભાઈ બારોટે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ર૦રર-ર૩ના બજેટમાં ખાનગી સોસાયટીઓમાં ૮૦ઃર૦ ની સ્કીમથી પરકોલેટીગ વેલ બનાવવા માટે જાહેરાત કરવામાં આવી હતી સદર યોજના અંતર્ગત હજી સુધી માંડ ૩૦ અરજીઓ જ આવી છે.

ખાનગી સોસાયટીઓ વરસાદી પાણીના સંગ્રહ માટે આ યોજનાનો પુરતો લાભ લે તે માટે કોર્પોરેટર બજેટમાંથી ૧૦ટકા રકમ ફાળવવા માટે ટુંક સમયમાં નિર્ણય લેવામાં આવશે શહેરમાં રખડતા કુતરાની સમસ્યા વધી રહી છે તેથી કુતરા ખસીકરણની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે જવાબદાર વિભાગને સુચના આપવામાં આવી છે.

શહેરમાં હાલ અંદાજીત ૩ લાખ જેટલા કુતરા છે જે પૈકી ર લાખ ૧૦ હજાર કુતરાઓના ખસીકરણ કરવામાં આવ્યા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ભીનો અને સુકો કચરાની અલગ તારવણી માટે ઘરે ઘરે ડસ્ટબીન આપવામાં આવે છે જેમાં ર૧ લાખ જેટલા ડસ્ટબીનના વિતરણ થઈ ચુકયા છે બાકી રહેતા ડસ્ટબીનના વિતરણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

પાલડી જલારામ મંદિર પાસે ઘણા સમયથી અંડરપાસનું કામ ચાલી રહયુ છે સદર કામમાં ખૂબ જ વિલંબ થયો છે તેથી આ કામ દિવાળી પહેલા પૂર્ણ થાય તે માટે તાકિદ કરવામાં આવી છે. ગુજરાત કોલેજ રોડ પાસે રોડની બંને તરફ નાના મોટા ૬૦ જેટલા વૃક્ષ છે જેના કારણે રોડ પહોળાઈનો પુરો લાભ મળતો નથી.

તથા આસપાસના સર્વિસ રોડ પર ઘણા દબાણ થઈ ગયા છે આ અંગે ટુંક સમયમાં યોગ્ય નિર્ણય કરવામાં આવશે. ઉનાળાની સીઝનમાં ગરમી પ્રકોપથી બચવા માટે શહેરના બગીચાઓ બપોરે ખુલ્લા રહેશે તેમજ રાત્રિનો સમય પણ વધારી ૧૧.૦૦ વાગ્યા સુધીનો કરવામાં આવશે.

લો ગાર્ડન ખાતે મોર્નીગ વોર્કસને સૂકો અને ભીનો કચરો અલગ અલગ આપવા માટે ની જાણકારી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ. 

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મિલકતવેરાના બાકી કરદાતા માટે ૧૦૦ ટકા રિબેટ યોજના જાહેર કરવામાં આવી છે તેમ છતાં વર્ષો જુના દેવાદારો હજુ સુધી કર ભરપાઈ કરતા નથી જેથી આ દિશામાં વિચારણા કરવામાં આવી રહી છે સદર યોજનાની માફક જાહેરાતના બેનર માટે વિવિધ કંપનીઓને કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે

જેમની પણ ૧૦૦ટકા પેનલ્ટી માફ કરવા માટે જે દરખાસ્ત રજુ કરવામાં આવી હતી તે મંજુર કરવામાં આવી છે. જાહેરાત-હોર્ડિંગ્સ પેટે કુલ રૂા.૯૯.પ૧ કરોડની માતબર રકમ બાકી છે જેમાં રૂા.૬૪.૯૮ કરોડ લાયસન્સ ફી છે જયારે રૂા.૩૪.પ૩ કરોડ પેનલ્ટીની રકમ છે જે પાર્ટી એક સાથે તમામ બાકી લાયસન્સ ફી ભરી દેશે તેમને પેનલ્ટીમાં માફી આપવામાં આવશે તેમ તેમણે વધુ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.