Western Times News

Gujarati News

Tunishaને મિસ કરી રહ્યો છે જેલમુક્ત થયેલો Sheezan Khan

મુંબઈ, અલી બાબાઃ દાસ્તાન-એ-કાબૂલની કો-એક્ટ્રેસ અને પૂર્વ ગર્લફ્રેન્ડ તુનિષા શર્મા મૃત્યુ કેસમાં આપઘાત માટે ઉશ્કેરવાના આરોપ હેઠળ થાણે સેન્ટ્રલ જેલમાં બંધ શીઝાન ખાનનો ૭૦ દિવસ બાદ છુટકારો થયો હતો. Sheezan Khan, released from jail, is missing Tunisha

શનિવારે જ્યારે તે બહાર આવ્યો ત્યારે તેની બંને બહેનો- ફલક નાઝ અને શફાક નાઝ તેમજ તેના માતા તેને આવકારવાની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા. બે મહિના બાદ રિયુનિયન થતાં તેઓ એકબીજાને ભેટ્યા હતા અને તેમની આંખોમાં ખુશીના આંસુ પણ હતા.

અમારા સહયોગી બોમ્બે ટાઈમ્સ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરતાં એક્ટરે કહ્યું હતું કે ‘આજે, મને સ્વતંત્રતાનો સાચો અર્થ સમજાય છે અને હું તે અનુભવી પણ શકું છું. મેં જ્યારે મારી બહેનો અને મમ્મીને જાેયા તો ઈમોશનલ થઈ ગયો હતો. ઘરે પરત ફરીને ખુશ છું.

શીઝાન ખાને ઉમેર્યું હતું કે આખરે, હું મારા પરિવાર સાથે છું. તે અદ્દભુત લાગણી છે. હું હવે આગામી ઘણા દિવસો સુધી મારા મમ્મીના ખોળામાં ઉંઘવા માગું છું, તેમના હાથનું બનેલું ભોજન લેવા માગું છું અને મારી બહેનો તેમજ ભાઈ સાથે સમય પસાર કરવા ઈચ્છું છું’.

તુનિષા શર્માએ ૨૪મી ડિસેમ્બર ૨૦૨૨ના રોજ જીવન ટૂંકાવ્યું હતું અને તેના મમ્મી વનિતા શર્માની ફરિયાદના આધારે ૨૫મી તારીખે શીઝાનની ધરપકડ કરવામાં આવી હતી. રિપોર્ટ્‌સ પ્રમાણે, બંને રિલેશનશિપમાં હતા અને મોતના ૧૫ દિવસ પહેલા બ્રેકઅપ થયું હતું. તુનિષા વિશે પૂછવામાં આવતાં એક્ટરે કહ્યું હતું કે ‘હું તેને મિસ કરી રહ્યો છું અને જાે તે જીવિત હોત તો મારા માટે જરૂરથી લડત’.

શીઝાનની બહેન ફલક નાઝે કહ્યું હતું કે ‘તે પાછો આવી ગયો તેની અમને ખુશી છે. અમને તેમાથી બહાર આવવામાં થોડો સમય લાગશે. શીઝાન આખરે બહાર આવી ગયો છે અને અમારી સાથે આ સમયમાં ઉભા રહેનારા તમામનો આભાર માનીએ છીએ’.

શીઝાનના વકીલ શૈલેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે ‘બે મહિના બાદ પરિવારન સાથે જાેવો તે ખરેખર સારી વાત છે. શીઝાન સામે જે ફરિયાદ નોંધાઈ છે તેને રદ્દ કરવા માટે અમે હાઈકોર્ટમાં અરજી કરી છે.

૯ માર્ચે તેની સુનાવણી છે અને ચૂકાદો અમારા પક્ષમાં જ આવશે તેવી આશા છે’. જણાવી દઈએ કે, શીઝાનને ૧ લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. આ સિવાય તે પૂર્વ પરવાનગી વગર વિદેશમાં ક્યાંય મુસાફરી નહીં કરી શકે તેમજ તેને પાસપોર્ટ પણ જમા કરાવવા કહેવાયું છેSS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.