Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

આ કોઈ આરોપ નથી પરંતુ હું મારી લાગણીઓ વ્યક્ત કરી રહ્યો છું:Nawazuddin

મુંબઈ, નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની આલિયા છેલ્લા થોડા મહિનાઓથી ખૂબ ચર્ચામાં છે. આલિયા અને નવાઝુદ્દીનના બે બાળકો છે. દીકરો યાની અને દીકરી શોરા. થોડા દિવસ પહેલા જ આલિયાએ એક વિડીયો શેર કરીને દાવો કર્યો હતો કે, નવાઝુદ્દીને તેને અને તેના બાળકોને ઘરમાંથી કાઢી મૂક્યા છે. This is not an accusation but I am expressing my feelings:Nawazuddin

હવે નવાઝે પત્નીના આક્ષેપો પર જવાબ આપ્યો છે. સાથે જ તેણે ખુલાસો કર્યો છે કે, આલિયા સાથે તેના ડિવોર્સ થઈ ચૂક્યા છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ ઈન્સ્ટાગ્રામ પર ઓપન લેટર શેર કર્યો છે. તેણે લખ્યું, “મારા મૌનને લીધે મને દરેક જગ્યાએ ખરાબ વ્યક્તિ ગણવામાં આવી રહ્યો છે. મારા નાના બાળકો આ આખા તમાશાને ના જુએ તેના માટે હું ચૂપ છું.

 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રેસમાં લોકો મારા માટે એકતરફી આરોપ લાગી રહ્યા છે. એવા વિડીયોને આધારે લોકો મારા ચરિત્રહીન હોવાનો આનંદ વઈ રહ્યા છે.” નવાઝુદ્દીને કહ્યું કે, તે કેટલાક મુદ્દા સ્પષ્ટ કરી દેવા માગે છે. તેણે કહ્યું કે, તે અને આલિયા કેટલાય વર્ષોથી સાથે નથી રહેતા. એક્ટરનો દાવો છે કે, તે અને આલિયા પહેલાથી જ ડિવોર્સ લઈ ચૂક્યા છે અને ફક્ત બાળકો માટે સાથે રહેવાનો પ્રયાસ કરે છે.

તેણે આગળ કહ્યું કે, “શું કોઈ જાણે છે કે, મારા બાળકો ભારતમાં કેમ નથી રહેતા અને ૪૫ દિવસોથી સ્કૂલ કેમ નથી જતાં. બાળકોની લાંબી ગેરહાજરીના કારણે સ્કૂલ મને પત્રો લખી રહી છે. મારા બાળકોને છેલ્લા ૪૫ દિવસથી બંધક બનાવી દેવાયા છે. તેઓ દુબઈમાં અભ્યાસ કરવા નથી જઈ શકતા.” નવાઝનો દાવો છે કે, આલિયા છેલ્લા ચાર મહિનાથી બાળકોને દુબઈમાં છોડી દીધા છે.

નવાઝે દાવો કર્યો કે, રૂપિયા માગવાના બહાને આલિયાએ શોરા અને યાનીને મુંબઈ બોલાવતા પહેલા ચાર મહિના સુધી દુબઈમાં રાખ્યા હતા. નવાઝનો દાવો છે કે, બાળકો સાથે દુબઈ જતાં પહેલા સ્કૂલની ફી, મેડિકલ ખર્ચ, ટ્રાવેલિંગ અને અન્ય રજાને બાદ કરતાં છેલ્લા વર્ષ માટે લગભગ ૧૦ લાખ રૂપિયા અને દર મહિને ૫થી૭ લાખ રૂપિયા માગ્યા છે.

“મેં તેની ત્રણ ફિલ્મો માટે પણ રૂપિયા આપ્યા છે. તેનો ખર્ચ કરોડો રૂપિયા છે. મેં તેને આવકનો સ્ત્રોત ઊભો કરી આપ્યો કારણકે તે મારા બાળકોની મા છે. મારા બાળકો માટે મેં શાનદાર કાર ખરીદીને આપી હતી પરંતુ તેણે તેને વેચી નાખી અને રૂપિયા ખર્ચી નાખ્યા. મેં મારા બાળકો માટે મુંબઈના વર્સોવામાં એક ભવ્ય એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. આલિયાને તેમા સહ-માલિક બનાવી કારણે બાળકો હજી નાના છે. દુબઈમાં પણ મેં બાળકો માટે એક શાનઘાર અપાર્ટમેન્ટ ખરીદી આપ્યું છે”, તેમ નવાઝે વધુમાં લખ્યું.

નવાઝનો દાવો છે કે, તેની પત્ની આલિયા રૂપિયાની ભૂખી છે અને આ જ કારણે તેણે તેની અને તેની મમ્મી સામે ફરિયાદ નોંધાવી છે. આલિયા પહેલા પણ આવું કરી ચૂકી છે અને તેની ડિમાન્ડ પૂરી થઈ જાય ત્યારે તે કેસ પાછો ખેંચી લે છે. “મારા બાળકો જ્યારે પણ ભારત આવતા હતા ત્યારે તેઓ દાદી સાથે રહેતા હતા. તેમને કોઈ ઘરમાંથી કેવી રીતે કાઢી શકે. ઘરમાંથી કાઢી મૂક્યાનો વિડીયો ખોટો છે.”SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers