Western Times News

Gujarati News

ભંડારકરની વાઈવ્ઝનું નવું ટાઈટલ હવે ધ વાઈવ્ઝ ઓફ બોલિવુડ

ફક્ત વાઈવ્ઝ ટાઈટલ ગૂંચવાડા ભરેલું હતું

ટાઇટલને કારણે ગુંચવાડો વધતો હોઇ મેં નિર્માતા સાથે મળી ફિલ્મનું બદલીને ટાઇટલ ‘ધ વાઇવ્ઝ ઓફ બોલીવુડ’ કરી નાંખ્યું

મુંબઈ,છાવા સોનાલી કુલકર્ણી, મૌની રોય અને રેજીના કાસાન્ડ્રાને મુ્‌ખ્ય ભૂમિકાઓમાં રજૂ કરતી મધુર ભંડારકરની આગામી ફિલ્મ ધ ‘વાઇવ્ઝ’નું નામ ફરી બદલીને મૂળ હતું તે જ ‘ધ વાઇવ્ઝ ઓફ બોલીવુડ’ કરવામાં આવ્યું છે.મધુર ભંડારકરે જણાવ્યું હતું કે જ્યારે હું લોકોને જણાવતો કે હું ‘વાઇવ્ઝ’ નામની ફિલ્મ બનાવી રહ્યો છું ત્યારે પ્રથમ તો લોકો એ બાબતે ગુંચવણમાં મુકાતા કે ફિલ્મનું ટાઇટલ ‘ધ વાઇફ’ છે કે ‘ધ વાઇવ્ઝ’? પછી તેઓ સવાલ કરતાં કે ક્યા પ્રકારની પત્નીઓ વિશેની આ ફિલ્મ છે? તેમાં રાજકારણીઓની પત્નીની વાત છે કે કોર્પાેરેટ વાઇવ્ઝની વાત રજૂ કરવામાં આવી છે?

આમ, ટાઇટલને કારણે ગુંચવાડો વધતો હોઇ મેં નિર્માતા સાથે મળી ફિલ્મનું બદલીને ટાઇટલ ‘ધ વાઇવ્ઝ ઓફ બોલીવુડ’ કરી નાંખ્યું છે.ફિલ્મના પ્રોડક્શન વિશે માહિતી આપતાં મધુર ભંડારકરે જણાવ્યું હતું કે ફિલ્મનું સંકલનનું કામ પુરૂ થઇ ચૂક્યુ છે. હાલ ફિલ્મના પાર્શ્વ સંગીતનું કામ અને વીએફએક્સનું કામ ચાલી રહ્યું છે. મારો અગ્રક્રમ હાલ પ્રથમ ફિલ્મની સેન્સર કોપી તૈયાર કરી લેવાનો છે. મધુર ભંડારકરની આ સોળમી ફિલ્મ છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.