ખેડબ્રહ્માના ગુંદેલ તથા આગીયા ગામે હોળી ઉત્સવ મનાવાયો
(પ્રતિનિધી) ખેડબ્રહ્મા, ભારતીય સંસ્કૃતિમાં હોળી અને ધૂળેટી તહેવારનું એક વિશેષ મહત્વ રહેલું છે. વર્ષોથી ચાલી આવતી જૂની પરંપરા મુજબ ફાગણ સુદ પૂનમના દિવસે હોળીના દિવસે ખેડબ્રહ્મા તાલુકાના ગુંદલ તથા આગિયા ગામે પૂનમના દિવસે પ્રગટાવેલ હોળીમાં ગામના યુવાનો ખુલ્લા પગે ધગધગતા અંગારા ઉપર ચાલે છે. જે લોકો જાેવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે.
ગુંદેલ ગામે હોળીના દિવસે ગામના કમલેશભાઈ બાવજી હોળીની પૂજા અર્ચના કરી હોળી પ્રગટાવ્યા બાદ ગામના યુવાનો હોળીમાંથી એક સળગતું લાકડું લઈ ગામના તળાવમાં હોલવવા માટે લઈ જાય છે.આ હોલવેલ લાકડું લાવ્યા બાદ તેઓ હોળી કૂદે છે હોળી કુદ્યા બાદ તેઓ હોળીમાં સળગાવેલા લાકડાના કોલસા ઉપર ખુલ્લા પગે ચાલે છે.