Western Times News

Gujarati News

વિરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હોળી પર્વની ઉજવણી કરાઈ

(પ્રતિનિધિ) વિરપુર, વિરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી છે સંધ્યાકાળે હોળી પૂજનની વિધિ કરાઈ હતી આ બાદ હોળી દહન કરવામાં આવ્યું હતું હોળી પ્રગટાવ્યા પહેલા હોળીનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરાયું હતુ બાદ હોળી પ્રગટાવવામાં આવી હતી આ પછી સૌ લોકોએ હોળીની પ્રદક્ષિણા કરી હતી હોળી દહનનો આ કાર્યક્રમ ડેભારી,વધાસ, જાેધપુર, ભાટપુર,બાર, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જાેવા મળ્યો હતો પ્રાચીન પરંપરાગત રીતે આ હોળી દહનનો કાર્યક્રમ યોજાયો હતો તસવીરમાં જાેઈ સકાય છે કે ડેભારી ગામ ખાતે પરંપરાગત હોળી પર્વની લોકોએ ઉજવણી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.