કાળઝાળ ગરમી શરુ, બે રાજ્યોમાં હીટવેવનુ એલર્ટ, હજુ તાપમાન વધશે
નવીદિલ્હી, દેશના મોટાભાગના સ્થળોએ કાળઝાળ ગરમી શરુ થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશના મોટાભાગના રાજ્યોમાં આવનારા ૫ દિવસોમાં તાપમાનમાં ૨થી ૪ ડિગ્રીનો વધારો જાેવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઓડિશામાં અને ગંગીય પશ્ચિમ બંગાળમાં હીટવેવની શરુઆત થઈ ગઈ છે. જે ૧૬ એપ્રિલ સુધી ચાલુ રહી શકે છે. Weather:Heatwave Alert
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં અમુક રાજ્યોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રી કે તેનાથી પાર જઈ શકે છે. ઓડિશામાં ૧૫ એપ્રિલ સુધી હીટવેવની સ્થિતિ રહેશે. જાે કે, પહાડી વિસ્તારોમાં તાપમાન સૂકુ રહેવાનુ અનુમાન છે.
રાજધાની દિલ્લીમાં લઘુત્તમ તાપમાન ૧૯ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ અહીં તાપમાનમાં વધારો થશે અને રવિવાર સુધી પારો ૪૦ ડિગ્રી સુધી પહોંચી શકે છે. જાે કે, આંશિક વાદળો છવાયેલા રહેશે. નોઈડા અને ગાઝિયાબાદમાં પણ તાપમાનમાં વધારો જાેવા મળશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં આગલા પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે હળવો કે મધ્યમ વરસાદ જાેવા મળી શકે છે. વળી, મહારાષ્ટ્ર અને કોંકણના અમુક ભાગોમાં કરાવૃષ્ટિ પણ થઈ શકે છે. વળી, સ્કાઈમેટના જણાવ્યા મુજબ કેરળના દક્ષિણ ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ જાેવા મળી શકે છે.
આ ઉપરાંત જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ૧૫ અને ૧૬ એપ્રિલે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. વળી, ૧૬ એપ્રિલના રોજ પંજાબ, ઉત્તર હરિયાણા અને પશ્ચિમ રાજસ્થાનમાં હળવો વરસાદ થઈ શકે છે. તમિલનાડુ અને તટીય કર્ણાટક, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના અમુક ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે.SS1MS