Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

દર્શન કરવા જઈ રહેલા યુપીના શ્રદ્ધાળુઓને બેકાબૂ ટ્રકે કચડી નાખ્યા, ૮ના મોત

હોશિયારપુર, પંજાબના હોશિયારપુર જિલ્લામાં ગુરુવારે સવારે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ૮ લોકોના મોત થયા છે અને ૧૫થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે,

જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. વાસ્તવમાં, બૈશાખીના અવસર પર, એક અનિયંત્રિત ટ્રકે પગપાળા દર્શન કરવા જઈ રહેલા લોકોને કચડી નાખ્યા. અકસ્માત બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતકોના મૃતદેહોને કબજામાં લીધા અને ઘાયલોને હોસ્પિટલ મોકલ્યા.HS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers