Western Times News

Gujarati News

કોરોના વાયરસના દૈનિક કેસ ૧૦ હજારને પાર, સક્રિય દર્દીઓ પણ વધ્યા

નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસના કેસોમાં ગુરુવારે(૧૩ એપ્રિલે) મોટો ઉછાળો આવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં ૧૦,૧૫૮ નવા કેસ નોંધાયા છે. વળી, કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યા વધીને ૪૪ હજાર ૯૯૮ થઈ ગઈ છે.

જાે કે, દેશમાં કોવિડના કેસ આગામી ૧૦-૧૨ દિવસ સુધી વધશે અને પછી ઘટશે તેમ સરકારી સૂત્રોએ જણાવ્યુ છે. આરોગ્ય મંત્રાલયના સૂત્રો મુજબ કોરોના સંક્રમણ હવે છેલ્લા તબક્કામાં છે. છેલ્લા અમુક મહિનાઓમાં સંક્રમણ વધ્યુ હોવા છતાં તે હવે જલ્દી ખતમ થઈ જશે. બુધવારે (૧૨ એપ્રિલ) દેશમાં ૭,૮૩૦ કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે મંગળવારે (૧૧ એપ્રિલ) કુલ ૫,૬૭૬ કેસ નોંધાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૪,૪૨,૧૦,૧૨૭ લોકો કોરોના વાયરસથી સાજા થયા છે.

કોરોના રિકવરી રેટ વધીને ૯૮.૭૧% થઈ ગયો છે. આ દરમિયાન કોરોનાથી ૧૯ લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને ૫,૩૧,૦૩૫ થઈ ગઈ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં મૃત્યુ દર ૧.૧૯% છે. સૂત્રો મુજબ કોરોના કેસ ચોક્કસપણે વધશે પરંતુ હૉસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ઓછી રહેશે. ઓમિક્રોનનો નવો વેરિઅન્ટ ઠમ્મ્.૧.૧૬ ચિંતાનુ કોઈ કારણ નથી.દરમિયાન દિલ્હીમાં કોરોના જે રીતે આગળ વધી રહ્યો છે તેનાથી લોકોમાં ડરનો માહોલ બનતો જઇ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં કેસોમાં ઝડપી વધારો થઇ રહ્યો છે. બુધવારે અંહિયા કોરોના દર્દીની મૌત થઇ છે.

૧૧૦૦થી વધારે કોરોના સંક્રમણના નવા મામલા સામે આવ્યા છે. આ પહેલા મંગળવારે અંહિયા ૯૮૦ નવા મામલા પણ સામે આવ્યા હતા.રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં બુધવારે ૧૧૪૯ થી વધારે કેસ સામે આવ્યા છે. છેલ્લા થોડા દિવસો પહેલા કોરોનાના આંક ૧ હજાર કે તેનાથી વધારે સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગના આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં દિલ્હીમાં કોરોનાના ૧૧૪૯ કેસ નોધાયા છે. જ્યારે એક દર્દીનુ મૌત થઇ ગયુ છે. તેમજ ૬૭૭ દર્દી સાજા થઇને પોતાના ઘરે પરત ફર્યા છે. દેશમાં કોરોના સંક્રમણના ૭૮૩૦ નવા કેસ સામે આવ્યા છે. સમગ્ર દેશમાં સંક્રમણનો આકંડો વધીને ૪,૪૭,૭૬,૦૦૨ પર પહોચી ગયો છે. અહિયા ફરી ૨૨૩ દિવસ બાદ દુનિયાભરમાથી નોધાયેલા આંકડા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.