Western Times News

Gujarati News

આનંદ રાઠી વેલ્થનો FY2023નો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 33% વધ્યો

મુંબઈ, આનંદ રાઠી વેલ્થ લિમિટેડનો જાન્યુઆરી-માર્ચ 2023 (નાણાંકીય વર્ષ 2023નો ચોથા ત્રિમાસિક ગાળો) માટે કન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો રૂ. 43 કરોડ થયો છે જે જાન્યુઆરી-માર્ચ 2022 (નાણાંકીય વર્ષ 2022નો ચોથો ત્રિમાસિક ગાળો)ની સરખામણીએ 23%નો વધારો દર્શાવે છે. કુલ આવકો 28% વધીને રૂ. 147 કરોડ થઈ છે. Anand Rathi Wealth Ltd. Q4FY23 Financial Results announcement

કંપનીએ એપ્રિલ-માર્ચ 2023 (નાણાંકીય વર્ષ 2023) માટે રૂ. 169 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે એપ્રિલ-માર્ચ 2022 (નાણાંકીય વર્ષ 2022)ની સરખામણીએ 33%ની વૃદ્ધિ દર્શાવે છે. આ જ સમયગાળામાં કુલ આવકો 31% વધીને રૂ. 558 કરોડ રહી હતી.

કન્સોલિડેટેડ ધોરણે નાણાંકીય આંકડા પર એક નજર – નાણાંકીય વર્ષ 2023 (એપ્રિલ-માર્ચ 2023)

 

બાબતો (રૂ. કરોડમાં) Q 4 FY 23 Q 4 FY 22 Y- o- Y FY23 FY22 Y- o- Y
કુલ આવકો 146.8 114 . 6 + 28 % 558.3 425 . 2 + 31 %
કરવેરા પૂર્વેનો નફો 59.3 44 . 0 + 35 % 227.9 167 . 4 + 36 %
ચોખ્ખો નફો 42.7 34 . 6 + 23 % 168.6 126 . 8 + 33 %
ઈપીએસ (રૂ.માં) 10.3 8 . 3 + 23 % 40.5 30 . 5 + 33 %
એયુએમ 38 , 993 32 , 906 + 18 % 38 , 993 32 , 906 + 18 %

 આરઓઈ – નાણાંકીય વર્ષ 2023 માટે 40.36%

  • બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કંપનીના રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઈક્વિટી શેર માટે રૂ. 7નું ફાઈનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે (ફેસ વેલ્યુના 140%). નાણાંકીય વર્ષ 2023 માટે કુલ ડિવિડન્ડ ઈક્વિટી શેરદીઠ રૂ. 12 રહ્યું છે (ઈક્વિટી શેરદીઠ રૂ. 5નું વચગાળાનું ડિવિડન્ડ)

નાણાંકીય વર્ષ 2023ની મહત્વની બાબતો (વાર્ષિક ધોરણે)

પ્રાઈવેટ વેલ્થ (પીડબ્લ્યુ) (હોલ્ડિંગ કંપની)

  • કુલ આવકો 31% વધીને રૂ. 538 કરોડ થઈ
  • ચોખ્ખો નફો 34% વધીને રૂ. 168 કરોડ થયો
  • નેટ ફ્લો 78% વધીને રૂ. 4,896 કરોડ થયો
  • એયુએમ 18% વધીને રૂ. 37,942 કરોડ થઈ
  • એયુએમમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો 47% થયો (અગાઉના વર્ષે 46%)
  • ટ્રેલ રેવન્યુ 23% વધી
  • એક્ટિવ ક્લાયન્ટ ફેમિલીઝની સંખ્યા 18% વધીને 8,352 થઈ
Rakesh Rawal, CEO, Anand Rathi Wealth Limited

ડિજિટલ વેલ્થ (ડીડબ્લ્યુ) (પેટા કંપની)

  • એયુએમ 23% વધીને રૂ. 1,051 કરોડ થઈ (અગાઉના વર્ષે રૂ. 852 કરોડ)
  • ક્લાયન્ટ્સની સંખ્યા 9% વધીને 4,249 થઈ (અગાઉના વર્ષે 3,907)

ઓમ્ની ફાયનાન્શિયલ એડવાઈઝર્સ (ઓએફએ) (પેટા કંપની)

  • અગ્રણી ટેક્નોલોજી પ્લેટફોર્મ પ્રોઈવડર્સ પૈકીની એક કંપનીનું 31 માર્ચ, 2023 (અગાઉના વર્ષે 5,343)ના રોજ 5,677 એમએફડી
  • આ પ્લેટફોર્મ પર એમએફડીની એસેટ્સ અંડર એડમિનિસ્ટ્રેશન (એયુએ) 31 માર્ચ, 2023ના રોજ રૂ. 92,174 કરોડ રહી હતી (અગાઉના વર્ષે રૂ. 79,846 કરોડ)

પરિણામો અંગે ટિપ્પણી કરતાં કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી રાકેશ રાવલે જણાવ્યું હતું કે, “ભૌગોલિક રાજકીય તણાવ, ઊંચો ફુગાવાનો દર અને ઊંચા વ્યાજ દરના વાતાવરણ વચ્ચે વર્ષ દરમિયાન ભારતીય અર્થતંત્ર સ્થિતિસ્થાપક રહ્યું હતું. ફુગાવો સાધારણ રહેવાની ધારણા અને રોકાણ ચક્ર પુનઃજીવિત થવાને કારણે, અર્થતંત્ર ચાલુ વર્ષે સારો દેખાવ કરે તેવી સંભાવના છે.

નાણાંકીય વર્ષ 2023માં અમારી આવક 31% વધીને રૂ. 558 કરોડ થઈ અને ચોખ્ખો નફો 33% વધીને રૂ. 169 કરોડ થયો હતો. અમારા સર્વગ્રાહી અભિગમના લીધે અમે એયુએમમાં મજબૂત વૃદ્ધિ હાંસલ કરી છે જે વાર્ષિક ધોરણે 18% વધીને રૂ. 38,993 કરોડ થઈ છે.

ગયા વર્ષે દરમિયાન અમે 1,270 ક્લાયન્ટ ફેમિલી ઉમેર્યા છે જે કંપનીનો નવો વિક્રમ છે. આ વૃદ્ધિ સ્પષ્ટપણે દર્શાવે છે કે અમારા ક્લાયન્ટ્સને અમારી સર્વિસીસમાં પૂરો ભરોસો અને વિશ્વાસ છે. 31 માર્ચ, 2023 સુધીમાં અમારી કુલ ક્લાયન્ટ ફેમિલીઝ 8,352 રહી છે. રિલેશનશીપ મેનેજરની બાબતમાં અમે નેટ બેસિસ પર 22 રિલેશનશીપ મેનેજર ઉમેર્યા છે.

છેલ્લા એક વર્ષમાં લિસ્ટિંગ પછી કંપનીએ તેની પોતાની અપેક્ષા કરતાં વધુ સારો દેખાવ કર્યો છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે અમારા ગ્રાહકોને સૌથી વધુ કાર્યક્ષમ વેલ્થ સોલ્યુશન્સ પ્રદાન કરવાની અમારી લાંબા ગાળાની પ્રતિબદ્ધતા અમને આગામી વર્ષોમાં 20-25% વૃદ્ધિ હાંસલ કરવામાં સક્ષમ બનાવશે.”

Feroze Azeez, Deputy CEO, Anand Rathi Wealth Limited

કંપનીના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી ફિરોઝ અઝીઝે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, “છેલ્લા કેટલાક વર્ષોથી અમે અમારા ક્લાયન્ટ્સને સરળ, સર્વગ્રાહી અને પ્રમાણભૂત સોલ્યુશન્સ પ્રદાન કરવામાં માનીએ છીએ જેણે અમને આનંદ રાઠી વેલ્થમાં સતત મજબૂત પ્રદર્શન કરવામાં મદદ કરી છે.

પડકારજનક વાતાવરણ હોવા છતાં, અમે સમગ્ર વર્ટિકલ્સમાં મજબૂત પ્રદર્શન આપ્યું છે. નાણાંકીય વર્ષ 2023 માટે અમારો નેટ ફ્લો રૂ. 4,896 કરોડ હતો જે 78% વધુ હતો અને નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં નેટ ફ્લો 40% વધીને રૂ. 1,180 કરોડ હતો. આ પરિણામો અમે અમારા ક્લાયન્ટ્સ માટે જે મૂલ્ય સર્જન કરીએ છીએ તેનો પુરાવો છે. આ વૃદ્ધિ અમારા ક્લાયન્ટ ફેમિલીઝ માટે સરળ વેલ્થ સોલ્યુશન્સ આપવાની અસરકારકતા તથા અમારી ટીમની સક્ષમતા પણ દર્શાવે છે.

સાનુકૂળ મેક્રો આર્થિક પરિસ્થિતિ અને આવક તથા બચતમાં થયેલા વધારાને જોતાં, અમે માનીએ છીએ કે વેલ્થ મેનેજમેન્ટ સેક્ટર માટે નોંધપાત્ર વણખેડાયેલું બજાર છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.