Western Times News

Gujarati News

દહેગામ તાલુકાના યોજનાકીય લાભો અને તમામ પ્રશ્નોનો સરળતાથી ઉકેલ આવશે

દહેગામ તાલુકાની વિકાસકીય યોજનાઓની સમીક્ષા બેઠક -વહીવટીતંત્ર અને જન પ્રતિનિધિઓ ખભેથી ખભો મિલાવી કામ કરશે, તો જ યોજનાકીય લાભો અને તમામ પ્રશ્નોનો સરળતાથી ઉકેલ આવશેઃ સાંસદ હસમુખ પટેલ

(એજન્સી)દહેગામ, જીલ્લા તંત્ર અને જન પ્રતીનીધીઓને જાગૃત કરવાનો ઉમદા ભાવ આ બેઠક પાછળનો છે. તેવું દહેગામ તાલુકામાં વિકાસકીય સમીક્ષા બેઠકમાં અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલે જણાવ્યું હતું.

દહેગામ તાલુકામાં કેન્દ્ર અને રાજય સરકારની સાત જેટલી ફલેગશીપ યોજનાઓ સહીત અન્ય યોજનાઓમાં થયેલી કામગીરી અને આગામી સમયમાં વિવિધ યોજનાઓનો આયોજન પર ચર્ચા વિમશર્‌ કરવા દહેગામ મામલદતાર કચેરી ખાતે તાલુકાની વિકાસકીય યોજના બેઠકનું આયોજન સાંસદ શ્રી હસમુખ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું .

આ બેઠકમાં આરંભમાં સાંસદ શ્રી હસમુખ પટેલે જણાવ્યું હુતં કે ચૂંટાયેલા પ્રતીનીધીઓ અને વહીવટી પાંખ પ્રોએઅટીવી બનીને પ્રોએકટીવ ગર્વમેન્ટનું દ્રષ્ટાંત પુરું પાડવાનું છે. જનધન, પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના, નલ સે જલ, ઉજવલા વૃદ્ધ નિરાધાર સહાય યોજના, ગંગાગસ્વરૂપા યોજના જીવન કિરણ વીમા યોજનામાં દહેગામ તાલુકાની સેચ્યુરીટી બનાવવાનો છે.

આ કાર્યત્યારે જ શકય બને છે કે જયારે વહીવટી તંત્ર અને જન પ્રતીનીધીઓ ખભેથી ખભો મીલાવી તાલુકામાં કમ કરશે. સરકારની વિવિધ ફલેગશીીપ યોજનાઓથી કોઈ સાચો લાભાર્થી વંચીત ના રહી જાય તે માટે જન પ્રતીનીધીઓ એ સ્થાનીક વહીવટી તંત્ર સાથે પણ સતત સંપર્કમાં રહેવું પડશે.

સાચા લાભાર્થીને સરળતા યોજનાનો લાભ મળે તેવું સુચારુ આયોજન ગોઠવવાત પણ તેમણે ભારપુર્વક જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેયયું હતું કે દહેગામ તાલુકાની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને પૌષ્ટીીક અને સ્વાદીષ્ટ ભોજન નજીકના ભવીષ્યમાં અક્ષયપાત્ર થકી લાભ મળે તે માટેના સુચારું આયોજન આગામી ટુંક સમયમાં કરવામાંઆવશે.

તેમણે જીલ્લા પંચાયત હસ્તકના ગ્રામ્યકક્ષાના રોડ રસ્તાઓ ટુંક સમયમાં યોગ્ય કરી દેવા પણ સંબંધ અધિકારીઓને ભારપુર્વક જણાવ્યું હતું કે તેમણે ઉમેયું હતું કે, દહેગામ નગરપાલિકા વિસ્તારમાં ટ્રાફીકની સમસ્યાના ત્વરીત ઉકેલ માટે પણ સુચારું આયોજન કરવા આવશે.

આર્ડા અને જીલ્લા વહીવટી તંત્રની સંયુકત બેઠકનું આયોજન પણ કરવામા આવશે. તેવું જન પ્રતીનીધીઓને જણાવ્યું હતું તેની સાથે દહેગામ નગરપાલિકા વિસ્તારમાં આ સાત યોજનાઓનો લાભ કોઈ લાભાર્થી વંચીતી ના રહે તેમજ નગરપાલિકા વિસ્તારમાં ગટર વ્યવસ્થાની કામગીરી પણ યોગ્ય કરવા માટે ખાસ જણાવ્યું હતું. આ બેઠકમાં તાલુકા અને નગરપાલિકાના સ્થાનીક પદાધિકારીઓ અને લોક પ્રતીનીધીઓઅના પ્રશ્નને પણ સાંસદશ્રીએ શાંતીથી સાંભળ્યા હતા.

તેમજ જીલ્લા સ્તરીીએ ઉકેલ આવી શકે લાવવામાં આવશે. એવું પણ તેમણે જણાવ્યું હતું. દહેગામ શહેરમાં બનતી ચેત સ્નેચીગ, પાકીટ ચોરી કે અન્યગુનાહીત પ્રવૃત્તિને રોકવા માટે સાંસદશ્રીએ નેત્ર યોજના થકી આ કાર્ય પૂર્ણ થાય તે માટેની યોગ્યકાર્યવાહી કવાવ વપણ સંબંધીત અધિકારીને સુચના આપી હતી.

જીલ્લા કલેકટર શ્રી હીતેષ કોયાએ જણાવ્યું હતું કે, કોઈપણ કાર્યને સફળ બનાવવા અને યોજનાઓના લાભ સાચા લાભાર્થીઓને આપવા માટે જનપ્રતીનીધીઅઅ અને સ્થાનીક તંત્ર વચ્ચે સુમેળભયું સંકલન હોવું ખુબ જરૂરી છે. સાચા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવા અને જનસુખાકારી કામોને પ્રાધધાન્ય આપવા માટે વહીવટીતંત્ર કટીબદ્ધ છે.

તાજેતરમાં યોજાયેલ ગ્રામસ્વાગત કાર્યક્રમમાં દહેગામ તાલુકામાંથી મળેલ ૧૩૪ લોકો પ્રશ્નોનો યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે. તાલુકા સ્વાગતમાં વધુને વધુ જન પ્રશ્નોને વાચા મળે તેવું સૌએ સાથે મળીને કાર્ય કરવાનું છે. આ પ્રસંગે દહેગામ ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ,

ગાંધીનગર જીલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભી ગૌતમ, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી બી.કે.પટેલ શ્રી ગાંધીનગર પ્રાંત અધીકારી શ્રી બ્રિજેશ મોડીયા, નાયબ જીલ્લા વિકાસ અધિકારી શ્રી જાનવી પટેલ દહેગામ મામલતદાર શ્રી આર.જી. ઠેસીયા સહીત સ્થાનીક પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.