Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

શિક્ષકનું ધ્યાન ભટકાવી ગઠિયા કારમાંથી પ લાખ ભરેલી બેગ ઉઠાવી ગયા

Crime branch solves Rs 2 lakh robbery in Ahmedabad

મહેસાણા હાઈવેના સર્વીસ રોડ પર કલાસીક પ્લાઝા નજીકની ઘટના

મહેસાણા, મહેસાણા હાઈવેના સર્વીસ રોડ પર કલાસીક પ્લાઝા નજીક સોમવારે સાજે એક બાઈકસવાર ગઠીયાએ સાઈડ કેમ આપતા નથી તેમ કહી કારચાલક શિક્ષકનું ધ્યાન ભટકાવ્યું અને અન્ય બાઈક પર આવેલા બે ગઠીયા કારમાંથી રૂા.પ લાખ ભરેલી બેગ તફડાવી ત્રણેય ગઠીયા ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. Distracting the teacher’s attention, Gathia lifted a bag full of five lakhs from the car

વિસનગરના ભાન્ડુ ગામના ચિરાગભાઈ બાબુભાઈ પટેલ ભાડુપરા ગામની પ્રાથમીક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ચિરાગભાઈ સોમવારે બપોરે જીજે-ર બીપી ર૪૬ર નંબરની રેનોલ્ટ કાર લઈને અમેરીકા રહેતા તેમના નાનાભાઈને મોકલાવેલા રૂા.પ લાખ લેવા મહેસાણા આવ્યા હતા.

બીકે રોડ પર આંગડીયા પેઢીમાંથી રૂા.પ લાખ લઈને લેપટોપ, ડાયરી તેમજ ડોકયુમેન્ટની ઝેરોક્ષ મુકેલી કાળા રંગની કોલેજ બેગમાં મુકયા હતા. જે બેગ ગાડીમાં મૂકી તેઓ ભાન્ડુ જવા નીકળ્યા હતા.

તેઓ મોઢેરા ચોકડીથી રાધનપુર ચોકડી તરફ સર્વીસ રોડ પર કલાસીકી પ્લાઝા પાસે સવા ચારેક વાગે પહોચ્યા હતા. એક બાઈકસવારે કારની પાછળ આવી ડેકી ઉપર હાથ મારી ખખડાવતાં તેમણે કાર ધીમી કરી હતી.બાઈકસવારને આગળ આવી આગળનો કાચ ખખડાવતાં

તેમણે કાર ઉભી રાખી કાચ ખોલતાં આશરે ૩૦ વર્ષના મોઢાના ભાગે કાળા રંગનું ફેસમાસ્ક પહેેરેલા આ ગઠીયાએ તમે મનેક ેમ સાઈડ નથી આપતા કહેતાં તેમણે રોડ ખુલ્લો છે. તમારે જયાં જવું હોય ત્યાં જાઓ એઅમ કહયું હતું. જેથી ગઠીયો બાઈક લઈને તેમની કારની આગળ આવી ગયો હતો.

ચીરાગભાઈનું ધ્યાન તેની સામે હતું એટલામાં સામેથી રોગ સાઈડમાં એક કાળા રંગના બાઈક પર આવેલા બે ગઠીયાએ કાર અંદર ખાલી સાઈડે નીચે મૂકેલી રૂા.પ લાખ ભરેલી બેગ તફડાવી લીધી હતી. બંને બાઈક પર સવાર ત્રણેય ગઠીયા સર્વીસ રોડ પર રોગ સાઈડમાં મોઢેરા ચોકડી તરફ નાસી ગયા હતા.

ચીરાગભાઈએ પોલીસે કંટ્રોલરૂમમા ફોન કરીને જાણ કરી ગઠીયાઓની શોધમાં હતા ત્યારે તેમનીપર નગરસેવક સલીમભાઈ વોરાએ ફોન કરીને તેમની બેગ વિનોદભાઈ સોલંકીને મળી છે. જેઓ કસ્બા શોભાસણા રોડ પર છે. તો બેગ લઈ જવાનું કહેતા ચીરાગભાઈએ ત્યાં જઈને બેગ લીધી હતી.

જેમાં લેપટોપ તથા અન્ય કાગગળા ે હતા પરંતુ રૂા.પ લાખ નહોતા. આ બાબતે ચીરાગભાઈએ મહેસાણા બી ડીવીઝન પોલીસે મથકે ફરીયાદ નોધાવતાં પોલીસે ગુનો નોધી સીસીટીવી ફુટેજ ફંફોસી ગઠીયાઓઅને પકડવાના પ્રયાસો હાથ ધર્યા છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers