યાત્રાધામ અંબાજીમાં ૭પ ફૂટ લાંબો કાચનો બ્રીજ ૧૦ વર્ષે સલામત
અંબાજી, શકિતપીઠ અંબાજી મંદીરમાં ૧૦ વર્ષથી ૭પ ફૂટ લાંબા અને ૮ ફૂટ પહોળા કાંચના બ્રીજનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હુતં. જે આટલા વર્ષે સલામત છે. બ્રીજ પરથી એક સાથે ૧૦ વ્યકિતઓ ચાલી શકે એ જેના માટે ૧૦ રૂપિયાનો ટોકન ચાર્જ ચુકવો પડે છે.
૭પ ફૂટ લાંબી ગુફામાં પ૧ શકિતપીઠ મંદીરોમાં બિરાજતી માતાજીની પ્રતીમાએ પણ કંડારવામાં આવી છે. દર્શનની સાથે અહીયા ૩ થીયેટરમાં માતાજીની ઉત્પતી વાળો ૮૦ રૂપિયાની ટીકીટમાં ૪પ મીનીટનો શો જાેનારને ગ્લાસ વોક મફતમાં કરવા દેવામાં આવે છે.
આ અંગે વધુ વિગતો આપતા અહેવાલ વધુમાં જણાવે છે કે, માતાજીની ગુફાના નામે ઓળખાતા આ સ્થળમાં યંત્રને મુકવામાં આવ્યુંછે. અહી અસુરોનો નાશ કરનારી દેવી મહીસાસુર મંદીની વિશેષ સ્થાન આપવામાં આવ્યુંછે. જેમની અહી વિશાળ પ્રતીમા જાેવા મળે છે.
જામનગરની દેવીશ ગ્રુપ ઈન્ડસ્ટ્રીયલના ભાગીદાર નિલેશભાઈ વારીયાએ જણાવ્યું કે ર૦૧૧માં ગુજરાત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને મળીને અમે માતાજીની શ્રધ્ધા વ્યકત કરવાના ભાગરૂપે સમગ્ર પ્રોજેકટ દર્શાવ્યો હતો. જેમાં તેમણે રસ બતાવ્યો અને અમીતાભ બચ્ચના વોઈસથી ડબ કરીશને રામાનંદ સાગર દ્વારા લખાયેલી સ્ટોરીને ૪પ મીનીટની બનાવવામાં આવી.
મંદીર ટ્સ્ટે જયારે અમને ચાચર ચોકના નીચેની ભાગમાં જગ્યા આપી ત્યારે અહી ભુગર્ભ ગટર ચાર ફુટની જગ્યા હતી.
જેને અમે પ્લાનીગ કરીશને ૧૭ ફુટ નીચે કોલસામાંથી હીરો કંડારવાનું કામ કર્યું છે. અને૧ર થી૧૩ કરોડના ખર્ચે ભવ્યાતી ભવ્ય માતાજીની ગુફાનું નિર્માણ કર્યું જેને આજે ૧૦ વર્ષ થવા આવ્યા. દર મહીને રખ રખાવ પાછળ બેથી અઢી લાખનો ખર્ચો થાય છે. પરંતુ અમે કમાવવાની ભાવનાથી ઈન્વેસ્ટમેન્ટ કર્યું નહોતું.