Western Times News

Gujarati News

એપોલો દ્વારા તેના જિનોમિક્સ ઈન્સ્ટિટ્યૂટના વિસ્તરણની જાહેરાત

એપોલો દ્વારા તેના જિનોમિક્સ ઈન્સ્ટિટ્યૂટના વિસ્તરણની જાહેરાત 

ચેન્નઈમાં એપોલો જિનોમિક્સ ઈન્સ્ટિટ્યૂટના પ્રારંભ સાથે એપોલોએ દર્દીઓની વધુ સારી સારવાર માટે જિનોમિક્સ ટેકનોલોજી તથા સંશોધનમાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું 

વિશ્વની સૌથી વિશાળ વૈવિધ્યસભર આરોગ્ય સુવિધાઓ પૂરી પાડનાર એપોલોએ ચેન્નઈમાં તેની ફેસિલિટીના પ્રારંભ સાથે એપોલો જિનોમિક્સ ઈન્સ્ટિટ્યૂટના વિસ્તરણની આજે જાહેરાત કરી હતી. Apollo announces expansion of its Genomic Institute

અગાઉ મુંબઈ તથા દિલ્હીમાં જિનોમિક્સ ઈન્સ્ટિટ્યૂટના પ્રારંભ બાદ એપોલોએ જિનોમિક્સમાં મૂડીરોકાણ વધાર્યું છે. વર્ષ 2023ના અંત સુધીમાં એપોલોનું ધ્યેય હૈદરાબાદ, બેંગલોર તથા અમદાવાદમાં વધુ ત્રણ જિનોમિક્સ ફેસિલિટીનો પ્રારંભ કરવાનું છે.

છેલ્લા થોડાં વર્ષમાં ચેપી રોગોને નિયંત્રણ લેવાની બાબતમાં ભારતે ઘણી પ્રગતિ કરી છે, છતાં છેલ્લા થોડા સમયમાં અનેક જિનેટિક રોગોમાં વધારો થયો છે જેની ઉપેક્ષા કરવામાં આવી છે. જિનોમિક્સ સાથે આ રોગો ફેલાય તે પહેલાં તેને ઓળખી શકાય છે અને છેવટે વહેલી સારવાર આપીને તેનો વ્યાપ અટકાવી શકાય છે. એપોલો જિનોમિક્સ ઈન્સ્ટિટ્યૂટનું ધ્યેય જિનોમિક્સ સેવાઓને પ્રત્યેક ક્લિનિશિયન તથા દર્દી સુધી પહોંચાડીને મેડિકલ પ્રેક્ટિસમાં પરિવર્તન લાવવાનું છે.

ચેન્નઈની એપોલો જિનોમિક્સ ઈન્સ્ટિટ્યૂટ અનેકવિધ સેવાઓ આપશે જેમ કે, જિનેટિક ઇવેલ્યુએશન, ક્લિનિકલ ડાયગ્નોસ્ટિક્સ, ઓબ્સ્ટેટ્રિક જિનેટિક્સ, કેન્સર જિનોમિક્સ, પ્રીનેટલ જિનેટિક સ્ક્રિનિંગ વગેરે. પરિણામે દર્દીઓને વધારે સારી માહિતી ઉપલબ્ધ થશે અને જિનેટિક રોગો ટાળવામાં મદદ મળશે.

એપોલો હોસ્પિટલ્સ ગ્રુપના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરપર્સન ડૉ. પ્રીથા રેડ્ડીએ જણાવ્યું કે, “ભારત એક વ્યાપક અને અનેક વિશિષ્ટતાઓ ધરાવતો દેશ છે અને પરિણામે જિનોમિક મેડિસિન પરિવર્તનકારી સંભાવના ધરાવે છે. બાળ મૃત્યુદરમાં ઘટાડા સાથે જિનેટિક રોગોના જૂથ તરીકે ઉભર્યા છે.

L to R : Prof. Sandi Deans, NHS Genomic Medicine UK, Ms. Preetha Reddy, Executive Vice Chairperson,  Apollo Hospitals Group, Thiru. R.N Ravi, Hon’ble Governor of Tamil Nadu, Dr Prathap C Reddy, Chairman, Apollo Hospitals Group, Ms, Suneeta Reddy, Managing Director, Apollo Hospitals Group

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના 2021ના અહેવાલ અનુસાર વિશ્વભરમાં ભાગ્યે જ જોવા મળતા રોગ તરીકે ઓળખાય છે તેવા આશરે 7,000 થી 8,000 રોગ ભારતમાં જોવા મળે છે. આજે આપણી પ્રજા આરોગ્ય બાબતે વધુ જાગ્રત થઈ છે ત્યારે લોકો રોગ-નિવારણ તથા બિનચેપી રોગો જેવા કે ડાયાબિટીસ, કેન્સર અને હૃદયરોગ વગેરેના પરિક્ષણ માટે જિનોમિક ટેસ્ટ કરાવી રહ્યા છે. જિનોમિક્સ ઈન્સ્ટિટ્યૂટનું વિસ્તરણ એ બિનચેપી રોગોને અટકાવવાની અને તેના મેનેજમેન્ટની દિશામાં અગત્યનું પગલું છે, જે ભારત અને વિશ્વમાં જાહેર આરોગ્ય સામે પડકાર હતો.”

એપોલો હોસ્પિટલ્સ ગ્રુપના એમડી સુશ્રી સુનીતા રેડ્ડીએ કહ્યું કે, “એપોલો ખાતે અમે માનીએ છીએ કે, દર્દીઓને તેમના આરોગ્ય બાબતે નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ કરવા જોઇએ. દર્દી-લક્ષી મૂલ્યાંકન સાથે વાસ્તવિક ડેટાની વિગતો ઉપલબ્ધ હોવાથી રોગ વિશે-જિનેટિક્સ વિશે ઊંડાણપૂર્વક સમીક્ષા થઈ શકે છે અને તે અંગે યોગ્ય નિદાન કરીને સારવાર કરી શકાય.

જિનોમિક્સ આવું જ એક ક્ષેત્ર છે. બિનચેપી રોગોનો વિસ્તાર થયો હોવાથી દર્દીઓના સ્તરે વધારે માહિતી ઉપલબ્ધ થવાથી ડૉક્ટરોને પણ દર્દી વિશે વધારે સચોટ જાણકારી ઉપલબ્ધ થાય છે. તેનાથી જિનેટિક જાણકારીમાં મેડિસિન દ્વારા વ્યક્તિગત સારવાર શક્ય બનશે કેમ કે તેને કારણે રોગોના નિદાન, સારવાર અને અટકાવવામાં મદદ મળશે.

એપોલો જિનોમિક્સ ઈન્સ્ટિટ્યૂટ ખાતે અમારું ફોકસ પ્રિવેન્ટિવ કૅર તથા વ્યક્તિગત મેડિસિન રહેશે જે વધુ રોગપ્રતિકારક અને તંદુરસ્ત સમાજ માટેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.”

વિશ્વની કુલ વસ્તીના 20 ટકા લોકો ભારતમાં છે અને વૈશ્વિક જિનેટિક ડેટાબેઝમાં તેનો ફાળો માત્ર 0.2 ટકા છે. એપોલો જિનોમિક નેટવર્કની યોજના વ્યાપક ડેટાબેઝ એકત્ર કરવાની તથા એ ડેટાને સલામત રીતે રાખવાની છે. એપોલોના તમામ જિનોમિક્સ નેટવર્ક શિક્ષણ અને સંશોધન પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રીતે સામેલ છે.

એજીઆઈ દ્વારા કેસોની સાપ્તાહિક ચર્ચા, સહકર્મચારીઓમાં લર્નિંગ, માસિક ગ્રાન્ડ રાઉન્ડ તથા જર્નલ ક્લબ અને હેલ્થકેર સેમિનાર સિરીઝનું આયોજન કરવામાં આવે છે. બિનચેપી રોગો પીડા અને મૃત્યુનાં મુખ્ય કારણો પૈકી એક છે, અને ભારતમાં 65 ટકા મૃત્યુ તેના કારણે થાય છે ત્યારે એપોલો આગોતરી આરોગ્ય સુવિધાને રાષ્ટ્રીય પ્રાથમિકતા આપવા પ્રતિબદ્ધ છે. એપોલો જિનોમિક્સ ઈન્સ્ટિટ્યૂટનું અંતિમ ધ્યેય નિશ્ચિત અને વ્યક્તિગત આરોગ્ય સંભાળ પૂરી પાડીને ભારતમાં આરોગ્ય સેવાના ભવિષ્યને તબદીલ કરવાનું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.