વલસાડમાં “મન કી બાત” કાર્યકમને સાંભળવા લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા
(તસ્વીરઃ અશોક જાેષી)વલસાડ, દેશ ના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના ઐતિહાસિક “મન કી બાત”ના ૧૦૦ મા એપિસોડ ને વલસાડ જિલ્લા ની પાંચ બેઠકો ના પાંચ સ્થળો એ નિહાળવાનો કાર્યક્મ સ્થાનિક ધારાસભ્યો અને ભાજપ સઁગઠન ના હોદેદારો ની આગેવાની મા યોજાયો હતો જેમાં ભાજપી કાર્યકરો સાહિત પ્રજાજનો એ ભારે ઉત્સાહ દાખવી મોટી સઁખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા
મળતી વિગત મુજબ વલસાડ જિલ્લામાં આ કાર્યક્રમ અંગે ખૂબ ચોકસાઈ પૂર્વક તૈયારીઓ કરવામાં આવીહતી વલસાડ જિલ્લાના તમામ બુથો,શક્તિ કેન્દ્રો ખાતે યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી નો “મન કી બાત” કાર્યક્રમ નિહાળવા અંગેની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી
વલસાડ જિલ્લામાં પાંચ વિધાનસભા વિસ્તારોમાં મુખ્ય પાંચ સ્થળોએ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધરમપુર વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી હેમંતભાઈ કંસારાજી ના અધ્યક્ષ સ્થાને તેમજ ધરમપુર ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ ની વિશેષ ઉપસ્થિતિમાં મુકેશભાઈ દશોનદી ની વાડી નગરિયા ખાતે,
તેમજ ગુજરાત સરકારના નાણાં, ઊર્જા,પેટ્રોલકેમિકલ્સ વિભાવના કેબિનેટ મંત્રી અને પારડીના ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને વાપી રોફેલ કોલેજ ખાતે,આ ઉપરાંત વલસાડ ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને વલસાડ સંસ્કાર કેન્દ્ર કોલેજ કેમ્પસ ખાતે,
અને કપરાડા ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી ના અધ્યક્ષ સ્થાને સિલ્વર લીફ હોટલ કાકડકોપર ખાતે,તથા ઉમરગામના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર ના અધ્યક્ષ સ્થાને ધોડીપાડા સાંસ્કૃતિક હોલ ઉમરગામ ખાતે આયોજનો કરવામા આવ્યું હતું જેમાં મોટી સઁખ્યા મા લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમ ને નિહાળ્યો હતો